વલસાડ : વડાપ્રધાનને ઉદ્દેશી વિરોધ વ્યક્ત કરાતાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વલસાડ : વડાપ્રધાનને ઉદ્દેશી વિરોધ વ્યક્ત કરાતાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ
વલસાડ જિલ્લાના પારડી ખાતે કોંગ્રેસની જનવેદના પંચાયત કાર્યક્રમમાં વડાપ્રધાનના માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શન કરાતાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચતાં મામલો વધુ વણસતાં અટક્યો હતો. જોકે આ મામલે કોંગ્રેસ નેતાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં રાજકારણ ગરમાયું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વલસાડ #વલસાડ જિલ્લાના પારડી ખાતે કોંગ્રેસની જનવેદના પંચાયત કાર્યક્રમમાં વડાપ્રધાનના માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શન કરાતાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચતાં મામલો વધુ વણસતાં અટક્યો હતો. જોકે આ મામલે કોંગ્રેસ નેતાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધમાં જનવેદના પંચાયતનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક અને કેસરી ખેસ પહેર ને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો કર્યો હતો. જેને લઇને ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યક્મમાં આવી પહોંચ્યા હતા અને વિરોધ કરતા મામલો ગરમાયો હતો. વાતાવરણ તંગ બની જતાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટનાની જાણ થતા પારડી પોલીસ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે પણ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
First published: February 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर