દક્ષિણ ગુજરાતની પાંચ બેઠકો ઉપર સરેરાશ 68.25 ટકા થયું મતદાન

દક્ષિણ ગુજરાતમા ભારે મતદાન થયું છે એવું ગઇ વખતે પણ હતું. આ વખતે પણ આ ટ્રેન ચાલું રહ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોન ઉપર સરેરાશ 68.25 ટકા મતદાન થયું છે.

News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
દક્ષિણ ગુજરાતની પાંચ બેઠકો ઉપર સરેરાશ 68.25 ટકા થયું મતદાન
દક્ષિણ ગુજરાતની મતદાનની ટકાવારીનું ગ્રાફિક્સ
News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઇ છે. ગુજરાતમાં 26 બેઠકો માટેનું પણ આજે મંગળવારે મતદાન થયું હતું. ગુજરાતમાં લોકોએ હોંશેહોંશે મતદાન કર્યું હતું. જોકે, ગરમી વધારે હોવાના કારણે મતદાન ઉપર પણ તેની અસર થઇ હતી. ગુજરાતમાં સરેરાશ 62.36 ટકા મતદાન થયાનો અંદાજ છે. જે 2014ની લોકસભાની ચૂંટણી કરતા સારું માનવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત ઝોનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરુચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમા ભારે મતદાન થયું છે એવું ગઇ વખતે પણ હતું. આ વખતે પણ આ ટ્રેન ચાલું રહ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોન ઉપર સરેરાશ 68.25 ટકા મતદાન થયું છે. ગુજરાતની 26 બેઠકો ઉપરમાં વલસાડમાં સૌથી વધારે મતદાન 74.09 ટકા નોંધાયું છે. આ ઉપરાંત ભરૂચમાં 69.55 ટકા, બારડોલીમાં 70.23 ટકા, સુરતમાં 62.71 ટકા, નવસારીમાં 64.69 ટકા મતદાન નોંધાયું હતું.

સૌ પ્રથમ ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ ભરૂચ બેઠકમાં શરેરાશ 69.55 ટકા મતદાન થયું છે. જે 2014માં 74.85 ટકા અને 2009માં 57.14 ટકા નોંધાયું હતું. અહીં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે જેમણે બીએ એમએસડબ્લ્યુનો અભ્યાસ કર્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી શેરખાન પઠાણ છે. જે બાર પાસ છે.બારડોલી બેઠકમાં આજે મંગળવારે 70.23 ટકા મતદાન થયું છે. જે 2014માં 74.94 ટકા અને 2009માં 57.80 ટકા નોંધાયું હતું. બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યો છે. પ્રભુ વસાવા ઇજનેર છે. જ્યારે કોંગ્રેસ તરફથી ડો. તુષાર ચૌધરી મેદાનમાં ઉતર્યા હતા. તુષાર ચૌધરીએ એમબીબીએસનો અભ્યાસ કર્યો છે.

સુરત લોકસભાની વાત કરીએ તો સુરત બેઠક ઉપર અંદાજીત 62.71 ટકા મતદાન થયું જે 2014માં 63.90 ટકા અને વર્ષ 2009માં 49.01 ટકા નોંધાયું હતું. અહીંથી દર્શનાબેન જરદોશે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. દર્શનાબેન બીકોમનો અભ્યાસ કર્યો છે. તેમની સામે મેદાનમાં કોંગ્રેસના અશોક અધેવડા ઉતર્યા છે. જેઓ નવ પાસ છે.


નવસારી બેઠક ઉપર મતદારોએ ઉત્સાહ દેખાડ્યો હતો. આ બેઠક ઉપર અંદાજીત 64.69 ટકા મતદાન નોંધાયું હતું. જે વર્ષ 2014માં 65.82 ટકા અને વર્ષ 2009માં 46.66 ટકા રહ્યું હતું. નવસારી લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી તરફથી સી.આર. પાટીલ મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. સી.આર. પાટીલ 11 નાપાસ છે જ્યારે ધર્મેશ પટેલ એસવાય બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

વલસાડ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર ગુજરાતની તમામ બેઠકો કરતા સૌથી વધારે મતદાન અંદાજીત 74.09 ટકા નોંધાયું છે. આ બેઠક ઉપર વર્ષ 2014માં 74.28 ટકા અને 2009માં 56.11 ટકા નોંધાયું હતું. આ બેઠક ઉપર કે.સી. પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. કે.સી.પટેલ એમબીબીએસનો અભ્યાસ કર્યો છે તો જીતુ ચૌધરી નવ પાસ છે.
First published: April 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...