Home /News /south-gujarat /

ઓમીક્રોન વેરિયન્ટ : વલસાડ જિલ્લામાં વિદેશથી આવેલા 12 મુસાફરોને વહિવટી તંત્ર દ્વારા કોરેન્ટાઈન કરાયા

ઓમીક્રોન વેરિયન્ટ : વલસાડ જિલ્લામાં વિદેશથી આવેલા 12 મુસાફરોને વહિવટી તંત્ર દ્વારા કોરેન્ટાઈન કરાયા

ઓમિક્રોન

ઓમિક્રોન વેરિયંટથી હાઇરિસ્ક 11દેશોમાંથી વલસાડ જિલ્લામાં આવેલા 12લોકો કોરેન્ટાઇન

ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ 11 દેશોમાં જોવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક 11 દેશમાંથી વલસાડ જિલ્લા માં 12 મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય

    વલસાડ: ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ 11 દેશોમાં જોવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક 11 દેશમાંથી વલસાડ જિલ્લામાં 12 મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 મુસાફરો ને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવતા તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાઈ રિસ્ક દેશમાંથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ કોરાંટાઇન કરવામાં આવ્યા છે.

    વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે અને 8 દિવસ બાદ તેમનો ફરી RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે જો કોઈ પોઝિટિવ આવશે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાઇરસનો શિકાર થયો છે. એ ચકાસવામાં આવશે. જો તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશન કરાશે.

    આ પણ વાંચો: હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

    આરોગ્ય વિભાગ દ્રારા 11 હાઇરિસ્ક દેશ માંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં સિંગાપોરથી 2, બ્રાઝીલથી 1, યુ.કે થી 6, બાંગ્લાદેશ થી 1 અને સાઉથ આફ્રિકાથી 2 લોકો આવ્યા છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હાઈ રિસ્ક જાહેર કરેલા દેશમાંથી આવતા તમામ યાત્રીઓ ઉપર બાજ નજર રાખી રહ્યું છે..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Valsad City, વલસાડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन