વલસાડ: ઔદ્યોગિક નગરી વાપીમાં એક ચા ની દુકાન બહાર યુવક પર કુહાડી જેવા તીક્ષણ હથિયારોના ઉપરાછાપરી ઘા ઝીંકી અને જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે. આ બનાવમાં રહેમાન અલી શેખ ઉર્ફે સલમાન નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સલમાનની ઉપર જીવલેણ હુમલો કરી ફરાર થતો હુમલાખોર આરોપી યુવક ઘટનાસ્થળની બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. અને વાપી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. અને એક આરોપી ને દબોચી લીધો છે.
વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક આવેલી બોસ્ટન ટી પાર્ટી નામની એક ચા ની દુકાન પર શનિવાર ની મોડી સાંજે એક હત્યા કાંડ સર્જાયો હતો . વાપીના હરિયા પાર્કની સામે રહેતો રહેમાન અલી શેખ ઉર્ફે સલમાન નામના એક વેપારી ચા.. પી રહ્યો હતો ત્યારે અચાનક જ એક અજાણ્યો શખ્શ હાથમાં કુહાડી જેવા તિક્ષ્ણ હથિયાર વડે સલમાન પર જીવલેણ હુમલો કર્યો હતો.. આરોપીએ મૃતક સલમાનને માત્ર 6 સેકન્ડમાં જ કુહાડી ના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.
અચાનક થયેલા હુમલામાં સલમાન લોહીલુહાણ હાલતમાં ચાની દુકાનમાં જ ઢળી પડ્યો હતો. સલમાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જોકે સલમાન પર હુમલો કરી હાથમાં કુહાડી જેવું તિક્ષણ હથિયાર લઈને હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો...અને આરોપી ના ફરાર થતા દ્રશ્યો સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વાપી પોલીસે ગણતરીના સમય માં આ હત્યા કાંડમાં સામેલ ત્રણ પૈકી 1 આરોપીની ધરપકડ કરી લીધી છે.
બોસ્ટન ટી પાર્ટી નામની દુકાન માં મૃતક સલમાન પર આરોપી મહમદ સઈદ ઉર્ફે ઇફ્તેખાર કુહાડી જેવા ઘાતક હથિયાર વડે તૂટી પડ્યો હતો આ હત્યાકાંડમાં ભોગ બનેલ સલમાનને મોત આપનાર તેનો ભાણો જ છે. આમ મામાની હત્યા ભાણેજ દ્વારા કરાઈ છે. આરોપી અને મૃતક સલમાન યુપી ના બહેરાઈચ ના વતની છે. અને બંને વચ્ચે પારિવારિક સંબધ પણ છે. જોકે થોડા દિવસ અગાઉ વતન યુપીમાં મૃતક અને આરોપીના પરિવાર ની મહિલાઓ વચ્ચે કોઈ વાતને લઇ ઝઘડો થયો હતો. ઝગડા માં મૃતક એ આરોપીના પરિવારની મહિલાઓ સાથે પણ બબાલ કરી હતી. આથી વાપીથી 1400 કિલોમીટર દૂર થયેલા ઝઘડાની અદાવત રાખી અને હુમલાખોર ઇફ્તેખાર વાપી આવી અને સલમાન પર હુમલો કરી તેની હત્યા નિપજાવી છે અને બદલો લીધો છે.
મૃતક સલમાનની બહેન શબનમ ના દીકરા મહમદ સઈદ દ્વારા જ પોતાના મામાની હત્યા કરી હોવાના ખુલાશા થતા મામા ભાણેજ ના સંબંધ બદનામ થયા છે. આમ વાપી થી 1400 કિલોમીટર દૂર યુપીમાં બે પરિવાર ની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાની અદાવત ના પડઘા વાપી માં હત્યા કાંડ રૂપે જોવા મળ્યા છે. જનરેટર ના ધુમાડા જેવી નજીવી બાબતે પરિવારમાં થયેલ નાની માથાકૂટ વાપી સુધી પહુંચી હતી અને માતા ના અપમાન નો બદલો લેવા મહમદ સઈદ એ પોતાના મામાને જ જાહેરમાં રહેશી નાખ્યો છે. ત્યારે હાલે આરોપી ના પિતા અનવર શેખ જેલની હવા ખાઈ રહયા છે તો એક સગીર અને મુખ્ય હત્યારો મહમદ સઈદ ફરાર છે. જોકે વાપી પોલીસ મુખ્ય હત્યારાને ટૂંક સમયમાં જ ઝડપી લેવા યુપી સુધી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.