Home /News /south-gujarat /વાપી: વાપીમાં યુવકની ક્રૂર હત્યાનો CCTV Video, ચાની દુકાનમાં કુહાડીના ઘા ઝીંકી યુવકને પતાવી નાખ્યો

વાપી: વાપીમાં યુવકની ક્રૂર હત્યાનો CCTV Video, ચાની દુકાનમાં કુહાડીના ઘા ઝીંકી યુવકને પતાવી નાખ્યો

Vapi Murder CCTV Video : વાપીની બોસ્ટન ટી દુકાનમાં ખૂની ખેલ, હત્યાન સીસીટીવી વીડિયોમાં કેદ

Vapi Murder CCTV Video: વાપીની બોસ્ટન ટી નામની દુકાનમાં સલમાન (Salman Murder Vapi)નામના યુવકની કરપીણ હત્યા, સામે આવ્યું કારણ

ભરતસિંહ વાઢેર, વાપી : રાજ્યમાં હત્યાના બનાવોમાં એક કરપીણ ઘટનાનો (Murder In Gujarat) ઉમેરો થયો છે. દક્ષિણ ગુજરાતની (South Gujarat) ઔદ્યોગિક નગરી વાપીમાં શનિવારે સાંજે એક યુવકની (Murder In Vapi Gujarat)કરપીણ હત્યા થઈ હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો (Vapi Murder CCTV Video) સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શનિવારે સાંજે ચાની (Man Killed in Tea shop in Vapi) દુકાનમાં એક યુવક પર અજાણ્યા શખ્સે કુહાડીના ઊપરાછાપરી ઘા ઝીંકી અને તેનું ખૂન કર્યુ હતું. સમગ્ર ઘટના બાદ વાપી જીઆઈડીસી પોલીસ દોડતી થઈ હતી અને મામલાની તજવીજ શરૂ કરી હતી.

આ ચકચારી હત્યાના બનાવની વિગતો એવી છે કે ગઈકાલે સાંજે વાપીની બોસ્ટન ટી નામની દુકાનમાં એક યુવક ચા પીવા ઉભો હતો. દરમિયાન હાથમાં કુહાડી લઈને આ શખ્સ ધસી આવ્યો હતો અને લોકો કઈ સમજે તે પહેલાં કુહાડીના ઘા ઝંકવાની શરૂઆત કરી દીધી હતી.

મહિલાઓને લઈને થયો હતો ઝઘડો

પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટનામાં મૃત્યુ પામનાર શખ્સનું નામ હતું ઇન્તેઝાર શેખ ઉર્ફે સલમાન (ઉ.વ. 32) . સલમાન અને હુમલાખોર યુપીના બહરાઈચ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બંનેના પરિવારની વચ્ચે મહિલાઓને લઈને તું તું મે મે થયું હતું. આ ઘટનાની અદાવત રાખીને હુમલાખોરે સલામાન પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat Corona Update: Omicronની એન્ટ્રી વચ્ચે રાજ્યમાં 48 નવા કેસ, જાણો ક્યાં વધી સંખ્યા

સીસીટીવી વીડિયોમાં હત્યા કેદ

ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી ગઈ છે. મૃતક સલમાનને પીળા શર્ટ વાળા વ્યક્તિએ ઉપરાછાપરી કુહાડીના ઘા ઝીંકતા તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્ટિલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો : વાપી: દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરથી નાસ્તો જોઈને રહેવાયું નહીં, CCTV સામે જ ભરપેટ નાસ્તો કરીને કરી ચોરી!



મૃતક યુવક પરિણીત હતો સંતાનો નિરાધારા બન્યા

દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવક પરિણીત હતો અને તેને સંતાનો પણ હતા. આમ તેની હત્યા થઈ જતા પરિવાર નોધારો બન્યો છે. ઉત્તર પ્રદેશના પરિવાર પર અણધારી આફત આવતા સંતાનો નિરાધાર બની ગયા છે. આ મામલે હવે પોલીસ કેવી રીતે હત્યારાઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યુ
First published:

Tags: CCTV Video, Vapi, ગુનો, હત્યા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો