મોહન ડેલકર : 'સાહેબ પ્રશાસનિક તાનાશાહીથી ખૂબ દુ:ખી હતા,આ કારણે પગલું ભર્યુ હોય એવું લાગે છે'

મોહન ડેલકર : 'સાહેબ પ્રશાસનિક તાનાશાહીથી ખૂબ દુ:ખી હતા,આ કારણે પગલું ભર્યુ હોય એવું લાગે છે'
તસવીરમાં મોહન ડેલકર અને તેમના સહયોગી પટેલ

'સાહેબે મને ગઈકાલે કહ્યું પ્રસાશને સાહેબને દુ:ખી કરવામાં કોઈ કસર છોડી નથી એના કારણે આત્મહત્યા કરી એવું અમારું માનવું છુે'

 • Share this:
  ભરતસિંહ વાઢેર, સેલવાસ : રાજ્યના  પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (UT Dadra and Nagar haveli) સાંસદ મોહન ડેલકરના (MP Mohan Delkar) આ આકસ્મિક નિધન બાદ પ્રદેશમાં સોપો પડી ગયો છે.સેલવાસમાં આવેલા મોહન ડેલકરના નિવાસસ્થાન પર અત્યારે સોંપો પડી ગયો છે. પરિવારના તમામ સભ્યો અને તેમના નજીકના ટેકેદારો સમર્થકો અને તેમના નજીકના અગ્રણીઓ તમામ લોકો મુંબઈ જવા નીકળી ગયા છે. સામાન્ય દિવસોમાં સતત ધમધમતું રહેતું મોહન ડેલકરનું  નિવાસસ્થાન અને તેમની ઓફિસમાં અત્યારે કોઈ જોવા નથી મળતું, માત્ર તેમના  મીડિયા ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ અત્યારે તેમના ઘરે જોવા મળે છે.

  જો કે મોહન ડેલકરના  નિધન બાદ સત્તાવાર કોઈ માહિતી નથી મળી રહી,પરંતુ તેમના નિધન બાદ હવે તેમના મીડિયા ઇન્ચાર્જે સનસનીખેજ આક્ષેપ કર્યા છે.મીડિયા ઇન્ચાર્જ દીપક પટેલના કહેવા મુજબ  મોહન ડેલકર છેલ્લા કેટલાક સમયથી પ્રશાસનિક તાનાશાહી ને કારણે તણાવમાં રહેતા હોવાનું જણાવી છે. આથી પ્રશાસનિક તાનાશાહી ને કારણે મોહન ડલેકરે આ  અંતિમ પગલું ભર્યું હોય  તેવા સનસનીખેજ આક્ષેપ તેમના મીડિયા ઇન્ચાર્જ એ કર્યા છે.

  આ પણ વાંચો :  દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળ્યો, આપઘાતની આશંકા

  તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 'સાહેબ પ્રશાસનિક તાનાશાહીથી ખૂબ દુ:ખી હતા. પ્રશાસને તેમને દુ:ખી કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. ગઈકાલે મારી સાથે વાત થઈ ત્યારે તેમણે મને આવું જ કહ્યું હતું કે હું પ્રશાસનિક તાનાશાહીથી દુ:ખી છું. હું મારા લોકોને બચાવી નથી શકતો એનું મને દુ:ખ છે. સાહેબે લોકસભામાં અવારનવાર રજૂઆત કરી છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવતું.'

  આ પણ વાંચો :  જૂનાગઢ : બેંકના મેનેજરે લોકરમાંથી 1.30 કરોડની રોકડ કાઢી, સ્ટાફ સાથે મળી મૂકી દીધી નકલી નોટ

  આ મ  મોહન ડેલકરના નિધન બાદ સમગ્ર પ્રદેશમાં શોકની કાલીમાં છવાઈ છે. જોકે તેમના મીડિયા ઇન્ચાર્જ એ કરેલા સનસનીખેજ આક્ષેપ બાદ હવે પ્રદેશના રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળી રહયો છે. જોકે હવે જો કે હજુ તેમનો મૃતદેહ  સલવાસ નથી આવ્યો. તેમના પરિવારજનો અને તેમના અન્ય નજીકના સમર્થકો કે તેમના નજીકના આગેવાનો તમામ લોકો મુંબઈ હોવાથી અત્યારે હાલ કોઈ કંઈ કહેવા તૈયાર નથી.જોકે મોહન  ડેલકર ના નિધન થી પ્રદેશ ના રાજકારણ ના એક અધ્યાય નો અંત આવ્યો છે.
  Published by:Jay Mishra
  First published:February 22, 2021, 22:58 pm

  ટૉપ ન્યૂઝ