Home /News /south-gujarat /

Valsad weather news: આગામી પાંચ દિવસોમાં હળવા વરસાદની આગાહી, હવામાનમા બીજા શુ ફેરફારો જોવા મળશે?

Valsad weather news: આગામી પાંચ દિવસોમાં હળવા વરસાદની આગાહી, હવામાનમા બીજા શુ ફેરફારો જોવા મળશે?

આગામી પાંચ દિવસોમાં હળવા વરસાદની આગાહી...

Valsad weather news: ઠંડીનું વાતાવરણ પણ જામેલું જોવા મળી રહ્યું છે. અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં પણ ઠંડીનો પારો ગગડવાની શક્યતાઓ છે.

    Valsad news: વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુમાં હવામાનમા (winter season weather) અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. ઠંડીનું વાતાવરણ પણ જામેલું જોવા મળી રહ્યું છે. અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં પણ ઠંડીનો પારો ગગડવાની શક્યતાઓ છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2021 મા ભર શિયાળામા કમોસમી વરસાદ (Rain) વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. તેવામાં હાલ ચાલુ વર્ષે પણ શિયાળાની ઋતુમાં હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં હળવો વરસાદ વરસી શકે છે.

    વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ફેરકાર જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઠંડીનું વાતાવરણ પણ જામેલું જોવા મળી રહ્યું છે. અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં તા.07/01/2022 ના રોજ મહત્તમ તાપમાન - 31.7 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન - 17.1 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ ભેજ -100 ટકા અને લઘુત્તમ ભેજ 52 ટકા નોંધાયું હતું. તેમજ પવનની ઝડપ 1.9 કિ.મી./કલાક નોંધાઇ હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ટિફિન આપવા ગયેલા સગીર સાથે 'ગંદુકામ', ધાબા ઉપર બોલાવ્યો અને પછી...

    જ્યારે તા.06/01/2022 ના રોજ મહત્તમ તાપમાન - 30.3 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન - 16.4 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ ભેજ -100 ટકા અને લઘુત્તમ ભેજ 56 ટકા નોંધાયું હતું. તેમજ પવનની ઝડપ 1.8 કિ.મી./કલાક નોંધાઇ હતી.

    મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી હવામાન મા અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. પાછલા પખવાડિયામાં તા.02/01/2022 થી 06/01/2022 સુધી જિલ્લામાં મહત્તમ તાપમાન - 30.9 થી 33.9 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન - 14.6 થી 18.5 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. મહત્તમ ભેજ - 100 ટકા અને લઘુત્તમ ભેજ 35 ટકા થી 56 ટકા વચ્ચે નોંધાયું હતું. આ 5 દિવસો દરમિયાન દક્ષિણ દિશા તરફથી પવનની ગતિ 1.2 થી 1.8 કિ.મી./કલાક સુધી નોંધાઇ હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ટિફિન આપવા ગયેલા સગીર સાથે 'ગંદુકામ', ધાબા ઉપર બોલાવ્યો અને પછી...

    તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પાસેથી મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં જિલ્લામાં તા. 08/01/2022 થી 12/01/2022 જાન્યુઆરી સુધીના પાંચ દિવસોમાં હળવા વરસાદ અને આકાશ મહદઅંશે ચોખ્ખું રહેવાની સંભાવના છે. તો મહત્તમ તાપમાન 26 થી 27 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. અને લઘુત્તમ તાપમાન 15 થી 17 સે.ગ્રે.ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 36 થી 82 ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. અને પવનની દિશા ઉત્તર - પૂર્વ રહેશે અને 8.1 થી 12.5 કિ.મી./કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે. (Source- Krishi Vigyan Kendra-Ambheti)

    આ પણ વાંચોઃ-ACB trap: વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો, ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ.10 હજાર લેતા પકડાયો

    આમ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. જિલ્લામાં ઠંડીનો પારો ગગડવાની શક્યતાઓ છે. જેથી લોકોને ભારે ઠંડીનો અનુભવ કરવો પડશે. તો સાથેજ જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં હળવા વરસાદ અને આકાશ મહદઅંશે ચોખ્ખું રહેવાની સંભાવના છે.
    First published:

    Tags: Gujarati news, Valsad news, Weather news

    આગામી સમાચાર