સેલવાલ : પરિણીત પ્રેમીની યુવતીનાં પરિવારે કરી જાહેરમાં ધોલાઇ

News18 Gujarati
Updated: June 9, 2019, 2:54 PM IST
સેલવાલ : પરિણીત પ્રેમીની યુવતીનાં પરિવારે કરી જાહેરમાં ધોલાઇ
વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલી તસવીર

ગામનાં બે બાળકોના પિતા એવા એક પરણીત યુવકે એક અપરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી

  • Share this:
ભરતસિંહ વાઢેર, સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં લગ્નેતર સંબંધોમાં એક પરણિત પ્રેમીએ પ્રેમિકાના પરિવારજનોનો માર ખાવાનો વારો આવ્યો છે. જેનો વીડિયો પણ થોડા દિવસથી વિસ્તારમાં વાયરલ થઇ રહ્યો છેે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડે આવેલી બોંટા ગામની આ ઘટના છે. જોકે આ મામલે હજી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

યુવતીનાં પરિવારે કર્યો હતો સમજાવવાનો પ્રયાસ

ગામનાં બે બાળકોના પિતા એવા એક પરણીત યુવકે એક અપરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અપરિણીત યુવતી સાથે પ્રેમનાં ફાગ ખેલ્યા હતા. જોકે આ અનૈતિક સંબંધો અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા તેઓએ પરણીત યુવક પ્રેમીને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. તેમછતાં યુવકે યુવતીનો પીછો છોડ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં રોષ વ્યાપેલો હતો.

યુવતીની સગાઇ પણ તોડાવી દીધી

આ દરમિયાન યુવતીની સગાઈ થઈ જતા પ્રેમીએ તેની પ્રેમિકાનાં મંગેતરને અવારનવાર ફોન કરી યુવતી વિશે જેમતેમ બોલી સગાઈ તોડાવી નાંખવાનાં પ્રયાસો પણ કર્યા હતા. બે દિવસ અગાઉ આ પરણિત પ્રેમી યુવતીને બાઈક પર બેસાડી લઈ જઈ રહ્યો હતો. એ વખતે જ યુવતીના પરિવારજનોને જાણ થતા તેઓએ બંનેને રસ્તા વચ્ચે રોક્યા હતાં. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ બે બાળકોના પિતા એવા પ્રેમને જાહેરમાં જ ઢોર માર માર્યો હતો.

જાહેરમાં જ પ્રેમીને માર્યો મારરોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ યુવકનો મોબાઇલ તોડી સાથે જ તેને લાકડાના ફટકા અને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. જોકે આ દરમિયાન યુવતીને પણ તેના કેટલાક પરિવારજનોએ માર મારી ચેતવણી આપી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ એક પરિણતિ પ્રેમી ની જાહેર માં ધોલાઈ નો વિડીયો વાઈરલ થતાં મામલો સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે આ ઘટનામાં મામલો હજુ સુધી પોલીસ સ્ટેશન નહીં પહોંચતા પોલીસ પણ અજાણ છે.
First published: June 9, 2019, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading