પરિણીત પ્રેમી પંખીડાએ સમાજના ડરથી ફાંસો ખાઇ કર્યો આપઘાત

નવાપુર તાલુકામાં આવેલા વિસરવાડી ગામ પાસેના તીળાસર ગામના પરિણીત પંખીડાએ તીળાસર ડાબરી ગામના ખેતરમાં કેરીના વૃદ્ધ ઉપર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 5:08 PM IST
પરિણીત પ્રેમી પંખીડાએ સમાજના ડરથી ફાંસો ખાઇ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 5:08 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ નંદુબાર જિલ્લાના નવાપુર તાલુકામાં આવેલા વિસરવાડી ગામ પાસેના તીળાસર ગામના પરિણીત પંખીડાએ તીળાસર ડાબરી ગામના ખેતરમાં કેરીના વૃદ્ધ ઉપર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. આ બનાવની પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવી વિસરવાડી પોલીસે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી તપાસ હાથધરી છે.

તીળાસર ગામના ડાબરી ફળિયામાં રહેતાં 35 વર્ષીય સોમોવેલ સુધામ ગાવિત નવાપુર અને 32 વર્ષીય સપના નીલેશ ગાવિત છેલ્લા કેટલાક સમયથી પ્રેમ હતો. સપના ગાવિતના માતા પિતાએ તેના લગ્ન તાલુકના નાંદગીપાડાના યુવક સાથે કર્યા હતા અને ફરી સોમોવેલ સુધામ ગાવિત સાથે પ્રેમનું ચક્કર ચાલું થયું હતું. અને પરિણામે આ પ્રેમી પંખીડાએ સાથે જીવવા મરવાની કસમને પૂર્ણ કરવા ગુરુવારે રાત્રે ગામના એક ખેતરમાં પહોંચી સાડી વડે કેરીના ઝાડ ઉપર લટકી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

આ પ્રેમી પંખીડા પરિણીત હોવા છતાં સમાજ ઉપર પરકાર ફેંકી આત્મહત્યા કરતાં ગામમાં ખળભળાટ મચ્યો હતો. બનાવની જાણ ગામના લોકોને થતાં ગામના લોકોએ તાત્કાલિક એની જાણ વિસરવાડી પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે આવી બંનેના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...