ડમ્પર અને કારનાં અકસ્માતમાં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત

News18 Gujarati
Updated: August 15, 2020, 2:22 PM IST
ડમ્પર અને કારનાં અકસ્માતમાં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત
. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.

. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.

  • Share this:
કેતન પટેલ, માંગરોળ : માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. કામાં સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.

ઘટનાસ્થળે જ કારમાં સવાર દંપતીનાં મોત

આજે વહેલી સવારથી માંગરોળ તાલુકામાં ઝરમર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વાંકલ ઝંખવાવ ગામ પાસે એક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ધડાકાભેર હતો કે, ડમ્પર બાજુમાં પલટી ગયુ હતું અને કાર એક બાજુથી આખી પિચકાઇ ગઇ છે. કમકમાટીભર્યા અકસ્માતમાં ઘટનાસ્થળે જ કારમાં સવાર દંપતીનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચો- દ્વારકા : નદીનાં ધસમસતા પ્રવાહમાં જોતજોતામા 3 લોકો તણાયા

માંડવી જઇ રહ્યા હતા

મળતી માહિતી પ્રમાણે, સીમા અને સંદીપ દેશમુખ અંકલેશ્વર રહેતા હતા. અને માંડવી પોતાની ઓફિસ ધ્વજવંદન કરવા જઇ રહ્યાં હતા. તે જ સમયે આ ગોઝારા અકસ્માતમાં તેઓ કાળનો કોળિયો બન્યા.આ પણ જુઓ - દંપતીના સંતાને છત્રછાયા ગુમાવી

નાયબ મામલતદાર સીમાબેન દેશમુખનું આજે કોરોના વોરિયર તરીકે સેવા બજાવી હોવાથી સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં સન્માન થવાનું હતું. જેથી સીમાબેન તેમના પતિ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીકળ્યાં હતાં. આ દંપતીને એક સંતાન પણ છે.  જેને આજે માતાપિતા બંન્નેની છત્રછાયા ગુમાવી છે.

આ પણ વાંચો- Independence Day Speech: કોરોના વેક્સીન અંગે લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી મોટી જાહેરાત
Published by: Kaushal Pancholi
First published: August 15, 2020, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading