દાદરાનગર હવેલી બેઠક BJPએ ગુમાવી, મોહન ડેલકરની થઈ જીત

અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરની જીત પાક્કી થઈ ગઈ છે, જ્યારે ભાજપે આ બેઠક ગુમાવવી પડી છે

News18 Gujarati
Updated: May 23, 2019, 8:17 PM IST
દાદરાનગર હવેલી બેઠક BJPએ ગુમાવી, મોહન ડેલકરની થઈ જીત
મોહન ડેલકર
News18 Gujarati
Updated: May 23, 2019, 8:17 PM IST
લોકસભા ચૂંટણીની મતગણતરી હજુ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધીના વલણ પરથી કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે. દેશના જનાદેશે ફરી એક વખત મોદી સરકારને દેશની કમાન સોંપવાનો નિર્ણય લઈ ભારે બહુમત સાથે બીજેપીને જીત અપાવી. એતો નક્કી થઈ જ ગયું છે કે, ફરી પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. પરંતુ, દાદરા નગર હવેલી બેઠક ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપ તરફથી નટુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અપક્ષ તરીકે મોહન ડેલકરે ઉમેદવારી નોંધાવી હતી. આજે લોકસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, ત્યારે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરની જીત પાક્કી થઈ ગઈ છે, જ્યારે ભાજપે આ બેઠક ગુમાવવી પડી છે.

દાદરાનગર હવેલી બેઠક પર અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરના જીતની આ સમાચાર લખાય છે ત્યાં સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ, તેમની જીત પાક્કી જ કહેવાય. હાલમાં તે ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ કરતા 9001 મતથી આગળ ચાલી રહ્યા છે. હવે થોડા ઘણા મતની ગણતરી જ બાકી છે. ત્યારે 9001 મતથી આગળ હોવાથી તેમની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

મોહન ડેલકરનો દાદરા નગર હવેલી બેઠક પર 7મી વખત વિજય, તમને જણાવી દઈએ કે, ચૂંટણી સમયે જ ડેલકરે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું પદ છોડી અપક્ષ ઉમેદવારી કરી હતી. મોહન ડેલકરના વિજયથી સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીના પરિણામના વલણ મુજબ, એનડીએ 325થી વધુ બેઠક સાથે સરકાર બનાવશે, જ્યારે આ બાજુ ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પણ જીત મેળવી લીધી છે.
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...