વલસાડ : પાર નદીના પૂરમાં 5 વ્યક્તિ તણાઈ હતી, 4ને બચાવી લેવાયા, ઘટનાનો દિલઘડક Video

વલસાડ : પાર નદીના પૂરમાં 5 વ્યક્તિ તણાઈ હતી, 4ને બચાવી લેવાયા, ઘટનાનો દિલઘડક Video
આ ઘટના વલસાડના કપરાડાના ચિંચવાડા ગામની છે.

કપરાડા તાલુકાના માની ચિંચપાડા ગામે ગુરૂવારે ઘટી હતી ઘટના હજુ એક વ્યક્તિની શોધખોળ જારી,

 • Share this:
  વલસાડ : હાલમાં ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અનેક ઠેકાણે ડૂબી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના ગત ગુરૂવારે વલસાડ (par river valsad)જિલ્લામાં બની હતી. ઘટનામાં કૉઝ-વે (Live video of boys drowned in par river) પરથી 5 વ્યક્તિ તણાઈ હતી જેને બચાવા માટે સ્થાનિક યુવકોએ ખૂબ મહેનત કરી હતી. ઘટનામાં ચાર વ્યક્તિને હેમખેમ બચાવી લેવાઈ હતી જોકે, લાપતા એકની હજુ શોધખોળ જારી છે.

  બનાવની વિગત એવી છે કે ગત ગુરૂવારે કપરાડા તાલુકાના ચિંચપાડા ગામની પાર નદી પરથી પસાર થતા કૉઝવે પર ( video of boys drowned in par river) અચનાક પાણી આવતા પશુ ચરાવા ગયેલા યુવકો તણાયા હતા.જોકે, સદનસીબે ત્યા હાજર યુવકોએ દોરડા-લાકડીનો બંદોબસ્ત કરી અને તેમને હેમખેમ નદીમાંથી તણાતા બચાવ્યા હતા.  ઘટનાની ગંભીરતાનો ચિતાર પૂરના પાણી પરથી આવે છે, જેમાં ધસમસતા વહેણમાં જિંદગી બચાવવા ઝઝૂમતા (par river of valsad, kaprada)P યુવકોને ભગવાન બનીને આવેલા સ્થાનિકો બચાવી રહ્યા છે. જોકે, આ ઘટના વધુ ગોઝારી બની હોત તો પાણી વધે એ પહેલાં ડૂબેલા ચારને બચાવી ન લેવાાયા હોત. પણ સદનસીબે તણાયેલા પૈકીના ચારને તો બચાવી લેવાયા હતા.

  આ પણ વાંચો :  MS Dhoni Retirement: BCCIએ ધોનીને જાન્યુઆરીમાં નિવૃત્તિ લઈ લેવાનો સંકેત આપ્યો હતો?

  જોકે, આ ઘટના દુર્ઘટના ત્યારે બની જ્યારે તણાયેલા પૈકીના પાંચ વ્યક્તિમાની એક લાપતા બની. આ વ્યક્તિની શોધખોલ જારી છે પરંતુ તેનો કોઈ પતો ન મળ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દરમિયાન ગુરૂવારે ઘટેલી ઘટનાનો લાઇવ કંડારાયેલો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો આ બાબતને સૂચવે છે કે ચોમાસામાં અણધાર્યુ જોખમ ખેડવાથી વિકટ સ્થિતિ પેદા થઈ શકે છે.

  આ પણ વાંચો :  અમદાવાદ : ઘરઘાટી બહેનોનું કારસ્તાન, બિઝનેસમેનના ઘરે ડિજિટલ લૉકરમાંથી 9.90 લાખની ચોરી કરી

  રાજ્યમાં ચારેકોર અનરારાધાર વરસાદ (monsoon 2020) વરસતા પાણી જ પાણીનો માહોલ છે, તેવામાં આ પ્રકારના જોખમો ખેડનારા લોકો માટે આ વીડિયો લાલબત્તી સમાન છે. ચિંચપાડા ગામમાં આ વર્ષે ખૂબ વરસાદ વરસ્યો છે જેના કારણે ગામમાંથી પસાર થતી પાર નદી બે કાંઠે છે. તેવામાં ઘટેલી આ દુર્ઘટનાનો વીડિયો જોઈને શ્વાસ અદ્ધર થઈ જાય તેમાં બે મત નથી.
  Published by:Jay Mishra
  First published:August 16, 2020, 10:33 am

  ટૉપ ન્યૂઝ