Home /News /south-gujarat /

શેરડી પકવતા ખેડૂત મુશ્કેલીમાં, ગત વર્ષ કરતા રૂ.1000 ઓછા ભાવ જાહેર થતાં ચિંતામાં

શેરડી પકવતા ખેડૂત મુશ્કેલીમાં, ગત વર્ષ કરતા રૂ.1000 ઓછા ભાવ જાહેર થતાં ચિંતામાં

    દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ 2 હજારથી વધુભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતા આ વખતે 1000થી 1200 રૂ. રૂપિયા ભાવ ઓછો પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    આવક વેરા વિભાગની નોટિસો બાદ સુગર ઉદ્યોગ માટે નાણાંકીય વર્ષ 31 મી માર્ચ કરી દેવાયું હતું.સુરત જિલ્લાની વાત કરીએ તો છ સુગર મિલોમાં શેરડી પકવતા હજારો ખેડૂતોનું નાણાકીય માળખું ટકેલું હોય છે.સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા બે દિવસ પહેલાજ ગાંધીનગર ખાતે સુગર સંચાલકોને બોલાવી 2900 સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવ્યો હતો..શેરડીના જાહેર થયેલા ભાવોમાં સરકારની આયાત નિકાસની ફૂટ નીતિ,તેમજ વિદેશોમાં એક્સપોર્ટની સામે ડ્યૂટીમાં વધારો થતા સીધી અસર ભાવ પર પડી હતી.

    મોંઘુ બિયારણ,ખાતર,મજૂરી વચ્ચે દિવસોથી ખેડૂતો પોષણક્ષમ ભાવો અંગે મીટ માંડીને બેઠા હતા, અને આખરે જે ભાવો પડ્યા તેમાં નીરસતા સાંપડી હતી. ભાવો નીચા જતા હવે ખેડૂતો વર્તમાન ભાવો સ્વીકારવા તૈયાર નથી. તેમજ સરકારે પણ શેરડી પકવતા ખેડૂતો માટે યોગ્ય નીતિ બનાવવા માગ કરી હતી.

    સામાન્ય રીતે છેલ્લા ઘણા સમયથી દેશમાં ખાંડ ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં રહ્યો છે..જેની અસર ખેડૂતોને થઈ રહી છે. જેથી સરકાર સામે રાજ્ય ખાંડ ઉદ્યોગ દ્વારા અનેક વાર મદદ માટે રજૂઆતો પણ કરાઈ.જેમાં પ્રતિ કવીન્ટલે 500 જેટલી સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે તેવી માગ કરી હતી.

    નવા ભાવો બાદ હજુ પણ સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવા શેરડી પકવતા ખેડૂતો માટે ખાસ નીતિ બનાવે તે જરૂરી થઇ પડ્યું છે.

    સ્ટોરી - કેતન પટેલ
    Published by:kiran mehta
    First published:

    Tags: Less than, Sugarcane, આફત, ખેડૂત

    આગામી સમાચાર