valsad crime news: પારિવારિક ઝગડા ના સમાધાન (family fight) માટે બેસેલા પંચની સામે જ થયેલી આ બબાલનો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (fight viral video) થઇ રહ્યો છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ (valsad) જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં (Kaprada) સગાઈ તોડવાના (Engagement) મામલે બે પરિવારો (two family fight) વચ્ચે થયેલા વિવાદ ના સમાધાન માટે મળેલા સમાજના પંચની હાજરીમાં જ યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો (attack on boy) કરતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 12 દિવસની સારવાર દરમિયાન મોત નીપજતાં આ મામલે કપરાડા પોલીસ સ્ટેશનમાં (Kaprada police station) ફરિયાદ દાખલ થતા કપરાડા પોલીસે યુવતીના પરિવારજનોના સાત સભ્યોની ધરપકડ કરી છે. ત્યારે પારિવારિક ઝગડા ના સમાધાન (family fight) માટે બેસેલા પંચની સામે જ થયેલી આ બબાલનો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (fight viral video) થઇ રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા આ ગામમાં એક જ ફળિયામાં રહેતા સંજય ભૂસારા અને દુર્ગા નામના યુવક અને યુવતીની સગાઈ થઈ હતી. સગાઈ બાદ લગ્ન પહેલા આ વિસ્તારના આદિવાસી સમાજની પરંપરા મુજબ યુવક અને યુવતી લગ્ન પહેલા પણ લિવ-ઈન રિલેશનમાં રહી શકે છે. આવો રિવાજ હોવાથી યુવતી યુવકના ઘરે લિવ-ઈન રિલેશનમાં રહેતી હતી.
જોકે યુવક દમણ નોકરી કરતો હતો. આથી મહિનામાં બે કે ત્રણ જ વખત ઘરે આવતો હતો. જ્યારે યુવક દમણ જતો ત્યારે યુવતી યુવકના ઘરેથી તેના પિતાના ઘરે આવી જતી હતી. આ મુદ્દે સંજય ભૂસારા અને દુર્ગા વચ્ચે વિવાદ થયો હતો અને વિવાદ થયો હતો. જે વધુ ઘેરો બનતો સંજય એ દુર્ગા સાથે સગાઈ તોડી નાખી હતી. જેથી બંને પરિવારો વચ્ચે બબાલ થઈ હતી.
આથી આ પારિવારિક ઝગડાના નિકાલ અને સમાધાન માટે આસલોના ગામમાં પંચ બેઠું હતું. જેમાં સમાજના પંચ દ્વારા બન્ને પક્ષોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.. તેમ છતાં યુવકે યુવતી સાથે સગાઈ તોડી અને લગ્ન કરવાની ના પાડતા. રોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ.પંચની સામે જ યુવકને ઢોરમાર માર્યો હતો.
યુવતીના પરિવારજનોના માર મારવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેને શરૂઆતમાં વલસાડ ધરમપુર અને ખેરગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 12 દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
અને પોલીસે યુવતીના પરિવારજનો ના સાત સભ્યોની ધરપકડ કરી છે. ત્યારે પંચની હાજરીમાં જ બનેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આમ પારિવારિક ઝગડા ના સમાધાન માટે બેસેલા સમાજના પંચની હાજરીમાં જ બનેલી આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર