વલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત

વલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત
પબજી ગેમ રમતા તલાટી.

તલાટી મંત્રી બીજી કોઈ નહીં પરંતુ સરકાર તરફથી જેના પર તાજેતરમાં અન્ય એપ્લિકેશન સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પબજી ગેમ રહી રહ્યો છે.

 • Share this:
  વલસાડ: સરકારી બાબુ ફરજ દરમિયાન ગેમ રહી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ સરકારી બાબુ એટલે તલાટી મંત્રી (Talati) બીજી કોઈ નહીં પરંતુ સરકાર તરફથી જેના પર તાજેતરમાં અન્ય એપ્લિકેશન સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પબજી ગેમ (PUBG Game) રહી રહ્યો છે. બીજી તરફ એક અરજદાર તેને સહી કરી આપવા માટે કરગરી રહ્યો છે. જોકે, સરકારી બાબુ અરજદાર સામે જોતા પણ નથી અને ગેમ રમવામાં જ વ્યસ્ત છે. અરજદાર તરફથી આ અંગેનો વીડિયો (Video) બનાવી લેવામાં આવ્યો હતો. આ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા તલાટીએ ગેમ રમવા અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો, તેમજ તે એજન્ટના કામ નથી કરતો તેવો લૂલો બચાવ કરીને એક જ વાતનું રટણ કરવનું ચાલુ રાખ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી-સુતારપાડા ગ્રામ પંચાયતના તલાટી દીપક રાઘવાનો પબજી ગેમ રમતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અરજદાર ફરજ દરમિયાન પોતાના મોબાઇલમાં ગેમ રમી રહ્યો છે. આ દરમિયાન એક અરજદાર તલાટી સમક્ષ સહી કરી આપવા માટે કરગરી રહ્યો છે. અરજદાર અનેક વિનંતી કરે છે છતાં તલાટી સામે જોવાની પણ તસ્દી નથી લેતો. અરજદાર એવું પણ કહી રહ્યો છે કે હું બહુ દૂરથી આવું છું તો પણ તલાટી કંઈ ધ્યાન નથી આપતો. જે બાદમાં અરજદાર તરફથી આ અંગેનો વીડિયો શૂટ કરી લેવામાં આવ્યો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.  આ પણ વાંચો: ગોરખપુર: રસ્તાની બાજુમાં ઊભેલી કાર અચાનક હલવા લાગી, પોલીસે જઈને જોયું તો દંગ રહી ગયા

  આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા દીપક રાઘવાએ લૂલો બચાવ કર્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તલાટીએ કહ્યુ હતુ કે, "તમે મારી ઓફિસમાં આવીને બધા લોકોને પૂછો શકો છો કે હું કેવું કામ કરું છું. સરકાર તરફથી અમને એજન્ટોના કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે. એજન્ટોનું કામ ન કરી આપો એટલે એ લોકો સરકારી કર્મચારીઓને ધાક-ધમકી આપીને પોતાના કામ કરાવે છે."

  આ પણ વાંચો: સુરત પોલીસનો વીડિયો વાયરલ, ASI રૂપિયા 200ની લાંચ લેતા ઝડપાયા

  સરકારી ઓફિસમાં પબજી ગેમ રમવા બાબતે જ્યારે તલાટીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. તલાટીએ જણાવ્યુ હતુ કે, "આ મામલે મારી પાસે કોઈ જવાબ નથી. હું કોઈ જવાબ આપવા માંગતો નથી." સાથે જ તલાટીએ એવું પણ જણાવ્યું હતું કે, "એ લોકો વીડિયો બનાવતા હોય છે. મારી સામે હાલ 15-20 લોકો ઊભા છે. હું કામમાં વ્યસ્ત છું. મેં જેમના વેરા ભરેલા હતા તે તમામની સહી કરી આપી હતી, જેમના વેરા બાકી હતા તેમની જ સહી કરી આપી ન હતી."

  તલાટી ગોળ ગોળ જવાબ આપતા રહ્યા

  આ મામલે તલાટી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓ ગોળ ગોળ જવાબ આપતા રહ્યા હતા. શરૂઆતમાં તેમણે કહ્યુ કે, હું એજન્ટના કામ નથી કરતો. બાદમાં તલાટી કહી છે કે મેં અરજદારોની સહીઓ કરી આપી હતી. જ્યારે જ્યારે પબજી અને કામ ન કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તલાટીએ એજન્ટનું કામ નથી કરતા તેવું ગાણું ગાયું હતું. આ ઉપરાંત પબજી કેમ રમી રહ્યા હતા તેવા પ્રશ્નનના જવાબમાં તો તેમણે એવું પણ કહી દીધું કે, હું જવાબ આપવા માંગતો નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:September 29, 2020, 12:04 pm

  ટૉપ ન્યૂઝ