વલસાડ: જ્વેલરી શોપના માલિકને લૂંટવાનો પ્રયાસ, કારમાં તોડફોડ

News18 Gujarati
Updated: January 17, 2018, 1:06 PM IST
વલસાડ: જ્વેલરી શોપના માલિકને લૂંટવાનો પ્રયાસ, કારમાં તોડફોડ
વેપારીની ફોર્યુનર ગાડીમાં તોડફોડ

વલસાડ હાઈવે પર આવેલી કાઠિયાવાડી હોટેલ નજીક પહોંચતા જ એક ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીની ગાડીને રોકી હતી.

  • Share this:
વલસાડઃ નેશનલ હાઈવે નજીક જ્વેલરી શોપનાં માલિકને લૂંટવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. વલસાડમાં જ્વેલરી શોપ ધરાવતા વેપારી જીતુભાઈ જીવાભાઈ ચૌધરી ઉઘરાણી કરી મોડી સાંજે ઘર તરફ જવા નીકળ્યા હતા. આ સમયે વલસાડ હાઈવે પર આવેલી કાઠિયાવાડી હોટેલ નજીક પહોંચતા જ એક ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીની ગાડીને રોકી હતી.

વેપારીની ગાડીમાં તોડફોડ કરીને તેની પાસે રહેલા ઘરેણાં ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારી એ બૂમાબૂમ કરી મૂકતા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ભોગ બનેલ વેપારીની પૂછપરછ કરી ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વેપારીના મતે સેન્ટ્રો કારમાં 4 અજાણ્યા ઈસમો આવી તેમની ફોર્ચુનર કાર નંબર GJ15CB- 7937 પર હુમલો કરી ગાડીના કાંચ તોડી નાખ્યા હતા. જોકે, તેમણે બૂમાબૂમ કરી મૂકતા અજાણ્યા સખ્સો તેમની ગાડીમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

સ્ટોરીઃ ભરત પટેલ, વલસાડ
First published: January 17, 2018, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading