Daman Loot Case: શેરબજારમાં (Stock Market) વિના વિચાર્યે નાણાં રોકયા બાદ થયેલી નુકશાની (Stock Market Loss) ભરપાઈ કરવા ગુનાનો સહારો લીધો અને બીજા કોઈ નહિ પણ પોતાના જ મિત્ર ને લૂંટ્યો (Loot) હોવાની એક ઘટના દમણમાં (Daman UT) પ્રકાશમાં આવી છે.
ભરતસિંહ વાઢેર, દમણથી : શેરબજારમાં (Stock Market) વિના વિચાર્યે નાણાં રોકયા બાદ થયેલી નુકશાની (Stock Market Loss) ભરપાઈ કરવા ગુનાનો સહારો લીધો અને બીજા કોઈ નહિ પણ પોતાના જ મિત્ર ને લૂંટ્યો (Loot) હોવાની એક ઘટના દમણમાં (Daman UT) પ્રકાશમાં આવી છે. શેરબજારમાં લાખોનું નુકસાન કરી બેઠેલ મુંબઈના (Mumbai Investors) બે ઈસમોએ રૂપિયા ની ભરપાઈ કરવા માટે પોતાના જ એક મિત્રને લૂંટીને શેરબજારમાં ગુમાવેલા નાણાં પાછા મેળવવા એક કારસો રચ્યો હતો અને આ ષડયંત્ર અને પાર પાડવા માટે બે મિત્રોએ મુંબઈના નટવરભાઈ વાઢેરને દમણ લાવ્યા હતા. ત્યારબાદ લૂંટનું તરકટ રચ્યું હતું.
જોકે દમણ પોલીસે દમણના જમપોર દરિયા કિનારે (Jmapor Beach Daman) થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આ મામલાના ચાર આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. દમણ પોલીસ જાપ્તામાં ઉભેલા આ ચાર આરોપીઓ . મનોજ ભટ્ટ , નિર્મલ શાહ ,પ્રવીણ જૈન અને કશીશ જૈન પર તેના જ મિત્ર નટવરલાલ વાઢેર સાથે લૂંટ કરવાનો આરોપ લાગ્યો છે.
મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેર બજારનું ઘેલું લાગ્યું હતું
મુંબઈમાં રહેતા મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેર બજારનું ઘેલું લાગ્યું હતું. શેરબજારમાં રાતો-રાત અમીર થઈ જવા માટે સટ્ટો લગાવતા આ બંને ઈસમો હવે દમણ પોલીસના મહેમાન બન્યા છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મોટી દમણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જામપોર બીચ એક પ્રવાસન સ્થળ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં થી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આ બીચ પર ફરવા આવે છે.
ત્યારે ગયા અઠવાડિયે નટવરલાલ વાઢેર તેમના મિત્ર મનોજ ભટ્ટ અને નિર્મલ સાથે દમણ ફરવા આવ્યા હતા. દમણના જામપોર બીચ પર આ ત્રણેય મિત્રો જ્યારે ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ બે ઈસમો મંકી કે પહેરીને તેમના પર ત્રાટક્યા હતા અને નટવરભાઈ પાસે રહેલા 16 તોલાથી પણ વધારેના દાગીના અને સાત હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
16 તોલાથી વધારે સોનું, સાત હજાર રૂપિયા રોકડા મોબાઈલ પકડ્યા
લૂંટની ઘટનાને પગલે દમણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની ગંભીરતાને લઇને દમણ પોલીસે આ મામલે હવે આ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં લૂંટ થયેલ 16 તોલાથી વધારે સોનું, સાત હજાર રૂપિયા રોકડા અને લુંટાયલ મોબાઈલ પણ દમણ પોલીસે જપ્ત કરી લીધા છે.
તમામ પ્રકારની મોજશોખ મળી રહે છે તેની લાલચ આપી દમણ લાવ્યા
દમણ પોલીસ ની તપાસમાં બહાર આવ્યું છે કે મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું. જેથી તેઓએ તાત્કાલિક રૂપિયા કમાવા માટે તેમનાજ મિત્ર નટવરલાલ વાઢેરને લૂંટવાનું એક પ્લાન બનાવ્યો હતો. મનોજ અને નિર્મલ નટવરલાલને દમણ ફરવા માટે લાવ્યા હતા. દમણ માં તમામ પ્રકારની મોજશોખ મળી રહે છે તેની લાલચ આપીને મનોજ અને નિર્મલ નટવર ને દમણ લાવ્યા હતા અને તેમના જ બે સાથી પ્રવીણ જૈન અને કશીશ જૈન અગાઉથી જ દમણમાં આવી પહોંચ્યા હતા.
નિર્મલ નટવરલાલને એકાંત જગ્યા પર લઇ ગયો હતા
અગાઉના પ્લાન મુજબ મનોજ અને નિર્મલ નટવરલાલને એકાંત જગ્યા પર લઇ ગયા હતા અને ત્યાં જ પ્રવીણ જૈન અને કશિશ જઈને પ્લાન મુજબ નટવરલાલ સાથે લૂંટનું તરકટ રચ્યું હતું. તેમની પાસે રહેલું તમામ 16 તોલાથી પણ વધારે સોનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ દરિયા કિનારે થયેલી લૂંટનો ભેદ ઉકેલી આ તમામ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી લૂંટ કરાયેલા તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે.
.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર