વલસાડઃ ગણેશ ઉત્સવમાં ફાળો ન આપનાર યુવકને મરાયો માર

News18 Gujarati
Updated: September 13, 2018, 10:11 AM IST
વલસાડઃ ગણેશ ઉત્સવમાં ફાળો ન આપનાર યુવકને મરાયો માર
ફરિયાદી યુવક પ્રદીપ યાદવ

એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહેલા પ્રદીપે રૂ. 1000 આપવાનો ઇન્કાર કરીને રૂ. 251 આપવાની તૈયારી બતાવી હતી.

  • Share this:
વલસાડઃ ગુરુવારથી 10 દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં ઠેરઠેર ગણેશજીની પધરામણી થઈ છે. ધાર્મિક માહોલ વચ્ચે વલસાડમાં ગણેશ ઉત્સવમાં ફાળા પેટે માંગેલી રકમ ન આપવામાં આવતા એક યુવકને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. 24 વર્ષના યુવકની ફરિયાદ પ્રમાણે તેની પાસે ફાળા પટે રૂ. 1000ની માંગણી કરવામાં આવી હતી. તેણે રૂ. 251 આપવાની તૈયારી બતાવતા તેને માર મારવામાં આવ્યો હતો.

શું છે ઘટના?

વલસાડમાં ફસ્ટ ગેટ પાસે રહેતા 24 વર્ષના યુવક પ્રદીપ યાદવે ફરિયાદ નોંધાવી છે કે 11મી સપ્ટેમ્બરના રોજ તે નાસ્તાની લારી પર ગયો હતો ત્યારે જીનલ પટેલ, હર્ષ પટેલ તેમજ અન્ય શખ્સોએ તેની પાસે રૂ. 1000 ફાળો માંગ્યો હતો. એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહેલા પ્રદીપે રૂ. 1000 આપવાનો ઇન્કાર કરીને રૂ. 251 આપવાની તૈયારી બતાવી હતી. આ વાતથી ફાળો માંગનાર લોકો ઉશ્કેરાયા હતા અને પ્રદીપને ગાળો ભાંડી હતી. બાદમાં અમુક લોકોએ પ્રદીપને પકડી રાખ્યો હતો અને હર્ષ તેમજ જીનલ પટેલે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન પ્રદીપનો નાનો ભાઈ આવી પહોચ્યોં હતો. શખ્સોએ તેને પણ માર માર્યો હતો, તેમજ ફાળો ન આપવા બદલ નાસ્તાની લારી હટાવી લેવાની ધમકી આપી હતી. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ જતાં જતાં તેમને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: September 13, 2018, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading