Crime Alert: પારડીમાં કારમાં આવેલી 3 મહિલાઓ કરિયાણાની દુકાનમાં કાજુની ચોરી કરી ફરાર
Crime Alert: પારડીમાં કારમાં આવેલી 3 મહિલાઓ કરિયાણાની દુકાનમાં કાજુની ચોરી કરી ફરાર
કાજુની ચોરી કરીને મોંઘી કાર મા ફરાર થતી ત્રણ મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ...
Crime Alert: વલસાડનાં પારડીમાં મોંઘી કારમાં આવેલી 3 મહિલાઓ રામદેવ ટ્રેડર્સ કરિયાણાની દુકાન માંથી કાજુ ની ચોરી કરી અને કાર માં ફરાર થઈ ગઈ હતી. જોકે સારા ઘર ન?
વલસાડ ( Valsad Crime)જિલ્લાના પારડીમાં મોંઘી કારમાં આવેલી 3 મહિલાઓ કરિયાણાની દુકાનમાંથી કાજુ ની ચોરી કરી અને કાર માં ફરાર થઈ ગઈ હતી. સારા ઘરની લાગતી આ મહિલાઓ એ દુકાનમાં કરેલી ચોરીની કરતૂત સીસીટીવી (CCTV) કેમેરા માં કેદ થઈ ગઈ હતી. અને આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે.
જોકે કોઈ મોટી ચોરી નહિ થઈ હોવાથી દુકાનદારે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી . પરંતુ દુકાનમાં થી કાજુ ચોરી ને જતાં જતા આ મહિલાઓ એ પરફ્યુમ ની 2 બોટલો પણ ઉઠાવી અને છૂમંતર થઇ ગઇ હતી.બનાવ ની વિગત મુજબ પારડી શહેરમાં નેશનલ હાઈવે પર દમણી ઝાપા વિસ્તારમાં આવેલા પ્રિન્સેસ પાર્ક નામની બિલ્ડીંગ નીચે રામદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલી છે.
જ્યાં થોડા થોડા સમયના અંતરે ત્રણ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા દુકાનમાં પ્રવેશી હતી. દુકાન કાઉન્ટર થી થોડે દુર એક મહિલા કંઈક ચીજો લેવા ગયા બાદ તેણે સાથી મહિલા ને પણ ઈશારો કરી પોતાની પાસે બોલાવી લીધી હતી. અને ત્યાર પછી ત્રણેય મહિલાઓએ યુક્તિ પૂર્વક રૂપિયા 5,000 ની કિંમતના 5 કિલો જેટલા કાજુની ચોરી કરી ને ત્રણેય મહિલાઓ વારાફરતી દુકાનમાંથી નીકળી ગઈ હતી. અને જતા જતા બે પરફ્યુમ ની બોટલો પણ ચોરી આ મહિલાઓ હોન્ડા સીટી કારમાં સવાર થઈ ફરાર થઈ ગઈ હતી.
ચોરીની ઘટનાથી કાઉન્ટર પર બેસેલા સંચાલક પ્રમોદ ભાઈ માલી અજાણ હતા. પરંતુ દુકાનમાં આવેલ તેના પુત્ર ને કાજુ ગાયબ જણાતા તેઓએ દુકાનમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.સીસીટીવીમાં ત્રણ મહિલાઓ સ્પષ્ટ રીતે ચોરી કરી હોન્ડા સીટી કારમાં ભાગી જતી જોવા મળી હતી. જોકે દુકાનમાં થી કોઈ મોટી રકમ કે વધારે કિંમતી વસ્તુઓ ની ચોરી નહી થઈ હોવાથી દુકાનદારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે કારમાં આવેલી સારા ઘરની લાગતી મહિલાઓ એ કરિયાણાની દુકાનમાંથી કાજુ અને પરફ્યુમની કરેલી ચોરીની કરતૂત દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ હતી. અને આ સીસીટીવી વિડીયો અત્યારે સોશિયલ મીડિયા માં વાઈરલ થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર