વલસાડના કપરાડામાં સૌથી વધારે 12 ઇંચ વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં ચાર ઇંચ

News18 Gujarati
Updated: August 4, 2019, 5:35 PM IST
વલસાડના કપરાડામાં સૌથી વધારે 12 ઇંચ વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં ચાર ઇંચ
પ્રતિકાત્મક તસવીર

આજે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી વધારે વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વડોદરા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી વધારે વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત છોટા ઉદેપુરના ક્વાંટમાં 180 એમએમ વરસાદ નોંધાયો છે. તો નર્મદાના દેડિયાપાડામાં 155, તાપીના સોનગઢમાં 138 એમએમ, સુરતના માંડવીમાં 137 એણએમ, નર્મદાના નાદોદમાં 135 એમએમ વરસાદ પડ્યો હતો. વલસાડના વાપીમાં 127 એમએમ, તાપીના ઉચ્છલમાં 120 એમએમ, તાપીના વ્યારામાં 115 એમએમ, નર્મદાના સાગબારામાં 98 એમએમ વરસાદ નોંધાયો હતો.


આ પણ વાંચોઃ-નવસારીઃ રેસ્ક્યૂ કરવા ગયેલી NDRFની ટીમ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ

જ્યારે સૌથી ઓછો વરસાદ જૂનાગઢ જિલ્લો અને શહેર, મહેસાણા જિલ્લાનું વિસનગર અને વિજાપુર, પાટણનું સિદ્ધપુર અને સાબરકાંઠાના પ્રાંતિજમાં એક એમએમ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત સુરત શહેરમાં 27 એમએમ, વલસાડ શહેરમાં 29 એમએમ, વડોદરા શહેરમાં 21 એમએમસ નવસારી શહેરમાં 10 એમએમ વરસાદ નોંધાયો છે.
First published: August 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading