દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 6, 2019, 11:29 AM IST
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

  • Share this:
કેતન પટેલ, રાજેશ જોશી : દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં અને સામાન્ય જનતામાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. તો બીજીબાજુ અનેક જગ્યાએ ભૂવા પડવાથી અને પાણી ભરાઇ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે.

ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ

સુરત જિલ્લાનાં બારડોલીમાં 58 મિમી, ચોર્યાસીમાં 25 મિમી, કામરેજમાં 70 મિમી, માંડવીમાં 56 મિમી, માંગરોળમાં 60 મિમી, પલસાણામાં 22 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 220 મિમી, સુરત શહેરમાં 89 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લાનાં આહવામાં 50 મિમી, સુબિરમાં 60 મિમી, વઘઈમાં 95 મિમી, સાપુતારામાં 35 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : સુરતમાં ધોધમાર વરસાદથી સિવિલ હોસ્પિટલ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પંચમહાલમાં સાર્વત્રિક વરસાદ

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ગોધરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પંચમહાલ જિલ્લામાં 24 કલાક ગોધરામાં 2ઇંચ, હાલોલમાં  1ઈંચ, કાલોલમાં 9મીમી, ઘોઘબામાં દોઢ ઈંચ, જાંબુઘોડામાં 6ઈંચ, મોરવામાં અઢી ઈંચ, શહેરામાં 14મીમી વરસાદ નોંધાયો છે.અરવલ્લીમાં વરસાદી માહોલ

અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસથી મેઘમહેર છે. છેલ્લા 24 કલાકમાં માલપુર તાલુકા બે ઇંચ વરસાદ, મેઘરજમાં 1.3 ઇંચ વરસાદ, મોડાસા અને બાયડમાં અડધો ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. વરસાદી વાતાવરણથી ભૂમિપુત્રો હરખાયા છે.

આ પણ વાંચો : બહારની એજન્સી રેડ કરશે તો સ્થાનિક પોલીસ સામે થશે કાર્યવાહી

રાજ્યમાં કુલ 17.71 ટકા જેટલો સરેરાશ વરસાદ

ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 17.71 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 6.27 ટકા, ઉત્તર ગુજરાતમાં 16.75 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.99 ટકા, સૌરાષ્ટ્રમાં 18.17 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 19.43 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

આગામી બે દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડશે.
First published: July 6, 2019, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading