મુશળધાર વરસાદથી મુંબઈ બેહાલ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા, ટ્રેન સેવાને અસર

News18 Gujarati
Updated: July 1, 2019, 1:31 PM IST
મુશળધાર વરસાદથી મુંબઈ બેહાલ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા, ટ્રેન સેવાને અસર
રસ્તાઓ પર પાણી ભરાયા

મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા સુરત-મુંબઇ વચ્ચેના રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે.

 • Share this:
વિભુ પટેલ, અમદાવાદ/ભરત પટેલ, વલસાડ/ એજન્સી : મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ફરી એક વખત મુશળધાર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે મુંબઈના હાલ-બેહાલ થયા છે. મુંબઈમાં પડેલા વરસાદની અસર ગુજરાત તરફ આવતી ટ્રેનો અને ફ્લાઇટોને પણ પડી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પડેલી ગાડીઓ ડૂબી રહી છે, તેમજ ઓફિસ જતા લોકો તેમજ સ્કૂલ જતાં બાળકોઓ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈના દાદર ઇસ્ટમાં સોમવારે ભારે વરસાદને કારણે પૂર આવી ગયું હતું. જ્યારે કિંગ્સ જ્યોર્જ સર્કલમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘરોમાં પાણી ઘુસી ગયા

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જ નહીં પરંતુ દુકાકો અને લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લોકોએ ઘૂંટણસમા પાણીમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. ભારે વરસાદને કારણે પાણી ઉતરી નથી રહ્યું.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ, વલસાડ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ ખાબક્યો
રેલવે ટ્રેકો પર પાણી ભરાયા

મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. પાલઘર રેલવે સ્ટેશન પર મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે પાટાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ટ્રેનો ધીમીગતિએ ચાલી રહી છે. અમુક ટ્રેનોને રદ કરવાની તો અમુક ટ્રેનોને થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે દિલ્હી-મુંબઈ રૂટ પરની ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.

મુંબઈ-પુણે લોકલ ટ્રેન સેવાને અસર

વરસાદ વચ્ચે મુંબઇ-પુણે વચ્ચેના રેલવે ટ્રેક પર એક માલગાડીના ડબ્બાખડી પડતા મુંબઇ-પુણેની લોકલ ટ્રેનનો વ્યવહાર ખોરવાઇ ગયો છે. સોમવારે સવારે જમબ્રંગ અને ઠાકુરવાડી વચ્ચે એક માલગાડીના ડબ્બા ખડી પડતા10 જેટલી ટ્રેનો રદ કરવી પડી. જ્યારે ચાર ટ્રેનના રૂટ બદલવા પડ્યા હતા.

વેસ્ટર્ન રેલવે તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા :

અમદાવાદ-મુંબઈ વિમાન સેવાને અસર

મુંબઈમાં ભારે વરસાદે પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે વિમાની સેવાને પણ અસર પહોંચી છે. વરસાદને કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયા, ઈન્ડિગો, સ્પાઇસ જેટ, વિસ્તારા સહિતની ફ્લાઇટના સમય ખોરવાયા છે.

આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે ફ્લાઇટ લપસી, 47 મુસાફરોનો આબાદ બચાવ

સુરત મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર

મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા સુરત-મુંબઇ વચ્ચેના રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો 2 થી 3 કલાક મોડી ચાલી રહી છે, તો કેટલિક ટ્રેનોને રદ કરવામાં આવી છે. રેલ વ્યવહાર ખોરવાતા વાપી સહિત સુરત સુધીના રેલવે સ્ટેશનો પર યાત્રીઓ અટવાયા છે.

ટ્રેન અપડેટ

 • 12954 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ એક કલાક મોડી

 • 14707 રણકપુર એક્સપ્રેસ 2.30 કલાક મોડી

 • 11101 ગ્વાલિયર વિકલી 2.15 કલાક મોડી

 • 22953 ગુજરાત એક્સપ્રેસ 50 મિનિટ મોડી

 • 22956 કચ્છ એક્સપ્રેસ 2 કલાક મોડી

 • 12934 કર્ણાવતી એક્સપ્રેસ 34 મિનિટ મોડી

 • 12990 દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ 40 મિનિટ મોડી

 • 12009 શતાબદી એક્સપ્રેસ એક કલાક મોડી

 • 16587 બિકાનેર એક્સપ્રેસ 1.10 કલાક મોડી

 • સુરત-વિરાર શટલ રદ કરવામાં આવી

 • વલસાડ-વાપી પેસેન્જર રદ કરવામાં આવી

 • 12922 ફ્લાઇંગ રાણી નવસારી મુંબઇ વચ્ચે રદ

First published: July 1, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading