Home /News /south-gujarat /

કપરાડામાં ભારે વરસાદ, કોઝવે પર પાણી ફરી વળતા 40થી વધુ પરિવારનો સંપર્ક કપાયો

કપરાડામાં ભારે વરસાદ, કોઝવે પર પાણી ફરી વળતા 40થી વધુ પરિવારનો સંપર્ક કપાયો

કોઝ વેની તસવીર

નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવો વરસાદ (Rain) નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ (Valsad)જિલ્લાના કપરાડામાં થયો છે. કપરાડામાં આજે સવારથી બપોર સુધી સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકતા તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

    નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લો લેવલ કોઝવે (Causeway)અને ચેકડેમ કમ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.. આથી કેટલાક વિસ્તારોમાં ગામોનો સંપર્ક કપાયો છે. કપરાડા તાલુકાના સીધા ગામ ને વાગણપાડા વચ્ચેના કોઝવે પર કોલક નજીક નદીના પાણી ફરી વળતા વાહન માર્ગે ગામનો સંપર્ક કપાયો હતો. આ કોઝવે પરથી કોલક નદીના ધસમસતા પાણી વહેતા કો ઝવે ધોવાઇ ગયો હતો. અને રસ્તાની વચ્ચે જ મોટા ગાબડા પડયા હતા. આથી હવે આ રસ્તો વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ સલામત નથી.

    આ પણ વાંચોઃ-ભરૂચમાં ચોથે દિવસે પણ ઓસર્યા નથી પૂરનાં પાણી, લોકો નાવડીમાં કરી રહ્યાં છે અવરજવર

    આથી 40થી વધુ પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. અને અવાર જવર નો એક માત્ર રસ્તો બંધ થઈ જતાં લોકો ની હાલત કફોડી બની છે. આમ દર વર્ષે સતત વરસાદને કારણે તાલુકામાં લો લેવલ કો ઝ વે અને ચેકડેમ પર પાણી ફરી વળતા અવાર નવાર અનેક ગામોનો સંપર્ક છે ..આથી આવા લો લેવલ કોઝવે અને ચેકડેમોની ઊંચાઈ વધારવા માં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Flood, Gujarat rain, Heavy rain, Kaparad, Valsad, ચોમાસુ, દક્ષિણ ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन