મહા વાવાઝોડાના જોખમ વચ્ચે પણ પ્રવાસન વિભાગનો બીચ ફેસ્ટિવલ ચાલુ!

News18 Gujarati
Updated: November 4, 2019, 10:52 AM IST
મહા વાવાઝોડાના જોખમ વચ્ચે પણ પ્રવાસન વિભાગનો બીચ ફેસ્ટિવલ ચાલુ!
તીથલ બીચ ખાતે પ્રવાસીઓ

21 ઓક્ટોબરથી શરૂ થયેલો બીચ ફેસ્ટિવલ હજુ પણ તિથલ, માધવપુર અને માંડવી બીચ પર ચાલુ રાખવામાં આવ્યો છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં 'મહા' વાવાઝોડા પગલે રાજ્ય સરકાર તરફથી ગુજરાતના દરિયા કિનારે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ રાજ્યના પ્રવાસન વિભાગે હજુ પણ બીચ ફેસ્ટિવલને ચાલુ રાખ્યો છે. 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન પ્રવાસન વિભાગે તિથલ, માધવપુર અને માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. ત્યારે સવાલો ઉઠ્યા છે કે પ્રવાસન વિભાગને પ્રવાસીઓની કોઈ ચિંતા હોય તેવું લાગી રહ્યું નથી.

રાજ્યમાં 'મહા' વાવાઝોડાના પગલે એક તરફ રાજ્ય સરકાર તરફથી એલર્ટ આપવામાં આવી રહ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા સૂચના જાહેર કરાઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકારના જ પ્રવાસન વિભાગને 'મહા' વાવાઝોડાની આફત સામાન્ય લાગી રહી છે!

તીથલ બીચ ખાતે પ્રવાસીઓ


21 ઓક્ટોબરથી શરૂ થયેલો બીચ ફેસ્ટિવલ હજુ પણ તિથલ, માધવપુર અને માંડવી બીચ પર ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે, આજના દિવસે (ચોથી નવેમ્બર) બીચ ફેસ્ટિવલનું સમાપન થવાનું છે. પરંતુ હજુ પણ પ્રવાસન વિભાગ તરફથી 'મહા' વાવાઝોડાને પગલે બીચ ફેસ્ટિવલ રદ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રાજ્ય સરકારે 'મહા' વાવાઝોડાના પગલે બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવની સૂચના આપી છે. રાજ્યના ડિઝાસ્ટર કન્ટ્રોલ તરફથી વાવાઝોડાને પહોંચી વળવા ખાસ તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રવાસન વિભાગ હજુ પણ પ્રવાસીઓનાં જીવન જોખમે બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યું છે તે બાબત ખરેખર નવાઈ પમાડે છે.
First published: November 4, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading