વલસાડ: વલસાડમા પણ આજે બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આજે રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં વલસાડમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા વલસાડના તિથલ રોડ ખાતે આવેલ બેંક ઓફ બરોડા પાસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને બેન્ક ના કર્મચારીઓ હડતાળ પર બેઠા હતા. અને પોતાની માંગ પુરી કરવા સરકારને રજુઆત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણ ને લઈને સંસદમાં બિલ લાવી રહી છે. જેને લઈને તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડી પ્રદર્શન કરાયું હતું અને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના મુદ્દે સમગ્ર દેશમાં અંદાજે 9 લાખ જેટલા બેન્ક કર્મચારીઓએ હડતાળ પર બેઠા છે. અને વિરોધ દર્શાવી રહયા છે. અને પોતાની માંગ કરવા પુરી કરવા સરકારને રજુઆત કરી રહયા છે. ત્યારે આજે વલસાડ ખાતે પણ રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ મુદ્દે બેંક ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદશન યોજવામાં આવ્યું હતું. વલસાડ માં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોના અંદાજે 2,200 જેટલા કર્મચારીઓએ ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડના તિથલ રોડ ખાતે આવેલ બેંક ઓફ બરોડા ખાતે ખાનગીકરણ ના બિલ ના વિરોધ માં બેંક કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો. હડતાળ પર બેસેલા બેંક ના કર્મચારીઓ ના જણાવ્યા મુજબ રાષ્ટ્રીયકૃત બેંક દેશ ની સંપત્તિ છે. અને દેશ નો ગરીબ નાગરિક પણ બેંક માં આવે છે અને લાભ મેળવે છે. તેવામાં જો બેંક નું ખાનગીકરણ થશે તો દેશ ને ઘણું નુકશાન થઈ શકે એમ છે. આમ આજે વલસાડ મા પણ બેંકના કર્મચારીઓ એ વિરોધ નોંધાવ્યો હતો. અને બેન્ક ના કર્મચારીઓ હડતાળ પર બેઠા હતા અને પોતાની માંગ પુરી કરવા સરકારને રજુઆત કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર