દાદરાનગર હવેલીના દમણ ગંગા રિવર ફ્રન્ટ ની ઘટના એક યુવતીએ આત્મહત્યા કરવા દમણ ગંગા માં લગાવ્યો મોત નો કૂદકોદમણ ગંગા પુલ પરથી પસાર થતા લોકો ના જીવ તાળવે ચોંટયા સ્થાનિક લોકોએ ફાયરની ટીમને કોલ કરી મદદ માટે બોલાવીયુવતીને નદીમાંથી બહાર કાઢવા દોરડું ફેંકી યુવતીને બચાવવા ?
ભરતસિંહ વાઢેર, સેલવાસ : દાદરાનગર હવેલીના સેલવાસ નજીકથી વહેતી દમણગંગા નદીમાં (Damanganga river) એક અજાણી યુવતીએ મોતની છલાંગ (girl jump into river) લગાવી હતી. નરોલી બ્રિજ પરથી (Naroli bridge) દમણગંગા નદીમાં અજાણી યુવતીએ મોતની છલાંગ લગાવતા બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકો એ દૃશ્ય જોતાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે નજીકમાં જ આવેલ દમણ ગંગા રિવર ફ્રન્ટ પર પણ મોટી સંખ્યામાં લોકો હતા. આથી નદીમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા રસ્તેથી પસાર થતા એક યુવકે પણ નદીમાં ઝંપલાવ્યું હતું.
બનાવની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક સેલવાસના ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.. આમ દમણ ગંગા નદીમાં યુવતીએ મોતની છલાંગ લગાવ્યા બાદ તેને બચાવવા યુવક અને ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દેખાતા દૃશ્ય મુજબ યુવતી અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી બાદ નદીમાં ડૂબી રહી છે. અને પોતે બચવા પાણીમાં હવાતિયાં મારી રહી છે. આ દ્રશ્યો જોયા બાદ એક યુવકે પણ નદીમાં ઝંપલાવી અને યુવતીને બચાવવાના પ્રયાસ કર્યા હતા.
એ સમયે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ડૂબી રહેલી યુવતીને બચાવવા ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં દોરડું ફેંકવામાં આવ્યું હતું.. અને યુવકે દોરડાને મહિલા સુધી પહોંચાડતા. મહિલાએ દોરડું પકડી અને દોરડાના સહારે બહાર નીકળી શકી હતી.
આમ એક યુવક અને ફાયર બ્રિગેડની ટીમે યુવતીને હેમખેમ બચાવી હતી. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ દમણ ગંગા નદી પર આવેલા નરોલી બ્રિજ પરથી અનેક વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
ત્યારે આ વખતે પણ યુવતીએ લગાવેલી મોતની છલાંગ અને ત્યાર બાદ યુવતીને બચાવવા કરવામાં આવેલા પ્રયાસો નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર