Home /News /south-gujarat /

Valsad News: મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી ભેજાબાજે કરી કરોડો રૂપિયાની ઠગાઈ

Valsad News: મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી ભેજાબાજે કરી કરોડો રૂપિયાની ઠગાઈ

મોબાઈલ

મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી કરોડો રૂપિયાની ઠગાઈ.

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી એક ભેજાબાજે કર?

    વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રીક બાઈક બુકિંગ નામની લોભામણી સ્કીમ બનાવી એક ભેજાબાજે કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાને મામલે ધરમપુર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અને ધરમપુરના ખારવેલ મા આવેલી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.

    ધરમપુર પોલીસે મળેલી બાતમીના આધારે ધરમપુરના ખારવેલ વલસાડ રોડ પર ઓફિસ ધરાવતી ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની માં રેડ કરી હતી. આ રેડ દરમિયાન કંપનીના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ ઝડપાઈ ગયો હતો. ધરમપુર પોલીસે ઇગલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની માં કરેલી રેઇડ દરમિયાન સ્થળ પર થી મોબાઇલ લેપટોપ અન્ય રોકાણના દસ્તાવેજો, રજીસ્ટર અને બિલબુક સહિતના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ રેઇડ દરમિયાન પોલીસ ને કંપની સંચાલક ની ઓફીસ માંથી 14 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાથેજ પોલીસ તપાસ મા આરોપીના બેન્ક એકાઉન્ટ મા 57 લાખ રૂપિયા જમા હોવાનું જાણવા મળ્યું હતું. અને પોલીસે આરોપીનું બેંક એકાઉન્ટ સીલ કરાવી દીધું હતું.
    પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે. તે મુજબ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સચિન પટેલ સ્માર્ટ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને આ કંપનીમાં ઈલેક્ટ્રીક બાઈક અને મોબાઇલના બુકિંગ ના નામે વિવિધ આકર્ષક અને લોભામણી સ્કીમો ચલાવતો હતો. અને રોકાણકારો પાસે આ સ્કીમમાં રોકાણ કરાવી અને તેના બદલામાં ઊંચું કમિશન આપવાની લાલચ આપતો હતો. આ સ્કીમમાં સભ્ય બનનાર રોકાણકાર 1700 રૂપિયા ભરી અને સભ્ય બની શકતો હતો. અને ત્યારબાદ નવા બનેલા સભ્યો અન્ય લોકોને પણ સભ્ય બનાવી અને રોકાણ કરાવતા હતા. આ રીતે રોકાણ કરવાની અને કમીશન આપવાની ચેન ચલાવતા હતા. અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હોવાનું મનાઈ રહ્યું છે.

    પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી ભેજાબાજ આરોપીએ જુદી જુદી સ્કીમો હેઠળ આ વિસ્તારના 40 હજારથી વધુ લોકોને સભ્યો બનાવી અને તેમને ઊંચું કમિશન આપવાની લાલચ આપી અને રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ની પ્રાથમિક તપાસમાં જે આંકડો બહાર આવ્યો છે તે મુજબ આ ભેજાબાજ આરોપીએ કંપની ખોલી હજારો રોકાણકારો પાસેથી રૂપિયા 6 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું છે. જોકે આથી આગામી સમયમાં આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ પણ રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Local 18, Valsad 18, Valsad Crime, Valsad news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन