વાપીમાં વરરાજાની કારને અકસ્માત નડતા દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત

News18 Gujarati
Updated: December 14, 2018, 2:18 PM IST
વાપીમાં વરરાજાની કારને અકસ્માત નડતા દુલ્હન, બે વર્ષની ભાણી, બનેવી સહિત ચારનાં મોત
તસવીરઃ દુલ્હન, બે વર્ષની ભાણેજ અને વરરાજાના બનેવી

કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલ ટેમ્પો સાથે અથડાઈ હતી.

  • Share this:
ભરત પટેલ, વલસાડ/ રાજન રાજપૂત, નવસારી

વલસાડઃ જિલ્લાના વાગલધરા ગામ નજીક થયેલા એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયા છે. બિલ્લીમોરાનો રાણા પરિવાર પોતાના દીકરાના લગ્ન પતાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દુલ્હન સહિત ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે જેના લગ્ન હતા તે દુલ્હો ગંભીર રીતે ઘાયલ થયો છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

કાર અને ટેમ્પો વચ્ચે થયો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે બિલ્લીમોરાનો રાણા પરિવાર પુત્ર ચિરાગના લગ્ન કરીને પારડીથી પરત આવી રહ્યો હતો ત્યારે વરરાજા જે કારમાં સવાર હતો તે કારને અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલ ટેમ્પો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

## તસવીરોમાં જુઓ કેટલો ભયાનક હતો અકસ્માત

અકસ્માતમાં 24 વર્ષીય નવ પરિણીતા ચૈતાલી રાણાનું મોત થઈ ચુક્યું છે. એટલું જ નહીં અકસ્માતને કારણે વરરાજામૈ ફોઈ, તેના બનેવી અને તેની બે વર્ષની ભાણેજનું પણ મોત થયું છે. વરરાજાની બહેનને ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે તેના પતિ એટલે કે વરરાજાના બનેવીનું મોત થઈ ગયું છે. બે વર્ષની ભાણીનું મોત થયું છે તેની માતા એટલે કે વરરાજાની બહેન અમેરિકા સ્થાયી થઈ હોવાની માહિતી મળી છે.મૃતકોનાં નામ

ચૈતાલી અરવિંદ રાણા (ઉં.વ.24, કન્યા)
યશવંતી અરવિંદ રાણા (વરરાજાના ફોઈ)
નિકુંજ જેન્તી રાણા (વરરાજાના બનેવી)
પરી સુનિલ રાણા (વરરાજાની ભાણી, NRI)

ઈજાગ્રસ્તોના નામ

ચિરાગ અમરત ભાઈ રાણા (વરરાજા)
ઈશા સુનિલ રાણા(વરરાજાની બેન)
જીગીસા રાણા(વરરાજાની બેન)
First published: December 14, 2018, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading