Valsad: ફૂટવેર સેક્ટર ઉપર GST વધારતા જિલ્લાના વેપારીઓએ દુકાનો બંધ રાખી નોંધાવ્યો વિરોધ
Valsad: ફૂટવેર સેક્ટર ઉપર GST વધારતા જિલ્લાના વેપારીઓએ દુકાનો બંધ રાખી નોંધાવ્યો વિરોધ
ફૂટવેર સંચાલકોએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો
કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટર ઉપર GST 5 ટકા થી વધારીને 12 ટકા GST લગાવતા તેના વિરોધમાં સમગ્ર દેશમાં વેપારીઓએ એક દિવસ દુકાન બંધ રાખીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.
Valsad News: કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટર ઉપર GST વધારતા વલસાડ જિલ્લાના ફૂટવેર દુકાન સંચાલકોએ GSTના ભાવ વધારાના વિરોધમાં એક દિવસ દુકાન બંધ રાખીને સરકારી નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ સહિત જિલ્લાના ફૂટવેર દુકાન ના સંચાલકોએ દુકાનો બંધ રાખીને સરકારની નીતિ સામેના વિરોધમાં જોડાયા હતા.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટર ઉપર GST 5 ટકા થી વધારીને 12 ટકા GST લગાવતા તેના વિરોધમાં સમગ્ર દેશમાં વેપારીઓએ એક દિવસ દુકાન બંધ રાખીને સરકારની નીતિ વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. એક દિવસ દુકાન બંધ રાખીને સરકારને GST ફરી 5 ટકા કરવાની માંગ કરી હતી. તો વલસાડ જિલ્લામા પણ ફૂટવેર દુકાનના સંચાલકોએ GST ના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. વલસાડના સ્ટેડિયમ રોડ સહિત વલસાડ શહેર અને જિલ્લાના ફૂટવેર દુકાન સંચાલકો આજ રોજ દુકાનો બંધ રાખી સરકારની નીતિ સામેના વિરોધમાં જોડાયા હતા.
મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ અસર પામેલા ફૂટવેર ઉપર GST 5 ટકા થી વધારીને કેન્દ્ર સરકાર દ્વારા 12 ટકા GST લગાવવામાં આવ્યો હતો. કોરોના મહામારી દરમ્યાન આપવામાં લોકડાઉનમાં 1 વર્ષ ઉપરાંતથી બંધ રહેલી દુકાનો અને ગોડાઉનમાં ફૂટવેરનો માલ સામાન પડી રહ્યો હતો. જેને લીધે ફૂટવેર ખરાબ થઈ ગયા હતા. અને જેના કારણે ફૂટવેર દુકાન સંચાલકો ને ભારે નુકશાની ભોગવવી પડી હતી. અને હજુ આ નુકશાની માંથી તેઓ ઉપર નથી આવ્યા અને તેવામાં કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટરમાં અચાનક GST વધારી ને 12 ટકા GST કરી દેતા વેપારીઓ એ ભાવ વધારના વિરોધમાં દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આમ કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટર ઉપર GST વધારતા આજ રોજ વલસાડ જિલ્લાના ફૂટવેર દુકાન સંચાલકોએ GSTના ભાવ વધારાના વિરોધમાં એક દિવસ દુકાન બંધ રાખીને સરકારી નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ સહિત જિલ્લાના ફૂટવેર દુકાન ના સંચાલકોએ દુકાનો બંધ રાખીને સરકારની નીતિ સામેના વિરોધમાં જોડાયા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર