વલસાડ: મુંબઈ હાઈવે પર ગોઝારો અકસ્માત, પાંચ લોકોનાં મોત

News18 Gujarati
Updated: August 23, 2018, 1:37 AM IST
વલસાડ: મુંબઈ હાઈવે પર ગોઝારો અકસ્માત, પાંચ લોકોનાં મોત

  • Share this:
વલસાડનાં ડુંગરી નેશનલ હાઈવે નંબર-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજતાં હતા. ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર વલસાડ થી સુરત તરફ જઈ રહેલ સ્કોર્પિયો સોનવાડા પટેલ ફળીયાના કોર્સીગ પાસે લકઝરી બસની ટક્કર લાગતાં સ્કોર્પિયો ડિવાઈડર વટાવીને સામેના ટ્રેક પર ફંગોળાઈ જતાં સામેથી આવતી ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જયારે સ્કોર્પિયો ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ડ્રાઈવરનું પણ હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ટક્કર મારનાર ડ્રાઈવર ગભરાઈ જતાં ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

ડુંગરી નજીક નેશનલ હાઈ‌વે નંબર 48 પર મોડી રાત્રે થયેલા સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચારના મોત થયાં હતા. જેમાંથી ત્રણ લોકોની ઓળખ થઈ હોવાના સમાચાર મળ્યા છે. જેમાં સુરતના અડાજણમાં રાંદેર રોડ પર રહેતો ચિરાગભાઈ રાજેશભાઈ સારંગ, 39 વર્ષિય કેતનભાઈ અવિનાશભાઈ પટેલ અને 62 વર્ષિય વસાવા મેલાભાઈ ચુનિલાલભાઈની ઓળખ થઈ છે. આ મૃતકો પૈકી મેલાભાઈ વસાવા વડોદરાના નિવૃત્ત પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળેલ છે.

 
First published: August 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading