Home /News /south-gujarat /

વલસાડઃ મોડી રાત્રે પોલીસ પર ફાયરિંગ, બંદૂક સાથે એકની ધરપકડ

વલસાડઃ મોડી રાત્રે પોલીસ પર ફાયરિંગ, બંદૂક સાથે એકની ધરપકડ

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો

    આવારા તત્વોને હવે પોલીસનો પણ ડર રહ્યો નથી એમ સોમવારે રાત્રે વલસાડ પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આરોપીઓને ઝડપવા માટે ગયેલી વલસાડ LCB પર છથી સાત અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું.

    આરોપીને લઈને જતી હતી ત્યારે ફાયરિંગ

    પ્રાપ્ત વિગત પ્રમાણે વાપીના ચાણોદ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્ક ખાતે એલસીબીની ટીમ પર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરનાર એક આરોપીને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અન્ય આરોપીઓને ઝડપવા માટે નાકાબંધી કરી હતી.

    એલસીબીની ટીમને એવી માહિતી મળી હતી કે એક ફરાર આરોપી તેના માણસો સાથે શ્રીનાથજી પાર્કમાં આવી રહ્યો છે. આરોપીની કાર જેવી સોસાયટીમાં દાખલ થઈ કે પોલીસે સોસાયટીનો ગેટ બંધ કરી દીધો હતો. જોકે, આરોપીઓને એલસીબીની હાજરીની જાણ થઈ જતાં તેણે પોલીસની ગાડીને ટક્કર મારીને ગેટ ખોલીને પોતાની સ્કોર્પિયો ગાડી મારી મૂકી હતી. આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. સદનસિબે પોલીસની ટીમનો બચાવ થયો હતો. આ દરમિયાન વોન્ટેડ આરોપીનો એક સાથી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

    સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે એલસીબી અને આરોપીઓ વચ્ચે થયેલા ફાયરિંગ દરમિયાન ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એલસીબીએ જેને ઝડપવા માટે વોચ ગોઠવી હતી તે આરોપી વર્ષોથી પોલીસની પકડમાંથી ભાગતો ફરતો હોવાનું માલુમ પડ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Firing, LCB, Pistol, Vapi Police, ગુનો, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन