પતિ ઘરે હોય કે નોકરીએ તેમનો મોબાઇલ સતત ચાલું જ રહે છેઃ પત્નીની ફરિયાદ

News18 Gujarati
Updated: November 3, 2018, 12:31 PM IST
પતિ ઘરે હોય કે નોકરીએ તેમનો મોબાઇલ સતત ચાલું જ રહે છેઃ પત્નીની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

વલસાડમાં એક પરિણીતાએ સતત મોબાઇલમાં ચેટિંગમાં વ્યસ્ત રહેવા અંગે પતિને ટકોર કરી તો તેની સાથે મારઝૂડ કરાઇ હતી.

  • Share this:
વલસાડમાં એક પરિણીતાએ સતત મોબાઇલમાં ચેટિંગમાં વ્યસ્ત રહેવા અંગે પતિને ટકોર કરી તો તેની સાથે મારઝૂડ કરાઇ હતી. મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનને ફરિયાદ કરતાં 181એ કાઉન્સેલિંગ કરતા પતિએ ભૂલ સ્વીકારી હતી.

વલસાડમાં મહિલા સાથે મારઝૂડ અંગે 181ની ટીમને ફોન આવતા તેઓએ પતિ-પત્નીને મળીને મેળવેલી પ્રાથમિક જાણકારીમાં પત્નીએ ફરિયાદ કરી કે, પતિ ઘરે હોય કે નોકરીએ તેમનો મોબાઇલ સતત ચાલું જ રહે છે. અને પરિવાર તરફ કોઇપણ ધ્યાન રહેતું નથી.

આ અંગે તેમને અનેકવાર સમજાવતા છતાં આ બાબતે કોઇ ધ્યાન આપતા નથી. તેમનો મબાઇલ ચેક કરતા તે અન્ય યુવતી સાથે લાંબી લાંબી વાતો કરતા હોવાનું જણાયું હતું અને તે બાબતે પૂછતાં તેમણે મારો માબઇલ કેમ લીધો તેમ કહી મારઝૂ઼ડ કરી હતી.

કાઉન્સેલર દ્વારા પરિણીતાના પતિને ખૂબ જ શાંતિથી સમજાવ્યા કે, મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઇએ. પતિએ પ્રારંભમાં તો ભૂલ સ્વીકારવાને બદલે આ મોબાઇલ છે હું ગમે તેની સાથે વાત કરીશ તેમ કહી અકક્ડ દેખાડી હતી. જેથી નાછૂટકે 181ની ટીમે કાયદા બતાવ્યા હતા.

આ સાથે પતિ સામે ફરિયાદ દાખલ થઇ શકે છે તેવી ચીમકી અપાતા ઢીલાઢશ થઇ ગયેલા પતિએ હવે પછી જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરશે અને પત્નીને કોઇ ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આમ181ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવતા મામલો પતી ગયો હતો.
First published: November 3, 2018, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading