'નિસર્ગ' નજીક પહોંચ્યું : સુરત અને વલસાડના કિનારાના ગામોમાંથી સ્થળાંતર શરૂ, તિથલ બીચ 5 દિવસ સુધી બંધ કરાયો

News18 Gujarati
Updated: June 2, 2020, 1:09 PM IST
'નિસર્ગ' નજીક પહોંચ્યું : સુરત અને વલસાડના કિનારાના ગામોમાંથી સ્થળાંતર શરૂ, તિથલ બીચ 5 દિવસ સુધી બંધ કરાયો
અધિકારીઓ કિનારાના ગામો ખાતે દોડી ગયા.

વલસાડના ઉમરગામના 10 ગામને એલર્ટ કરાયા, સુરતના ઓલપાડ અને ચોર્યાસીના 30 ગામડાઓને એલર્ટ કરાયા, 1,135 લોકોને સલામત સ્થળે ખસેડાશે.

  • Share this:
વલસાડ : નિસર્ગ નામના સંભવિત વાવાઝોડાને (Nisarg Cyclone) ખતરાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા (Valsad District) તંત્ર દોડતું થયું છે. જિલ્લા તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રીક્ષા ફેરવીને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કિનારાને 35 ગામોને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રીક્ષા ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તિથલનો દરિયા કિનારો (Tithal Beach) પાંચ દિવસ સુધી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલના દરિયા કિનારે સ્ટોલ લગાવનારા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાનું કહેવામાં આવ્યું છે.

ડીપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 12 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે. મંગળવારે બપોરે 12 વાગ્યાની માહિતી પ્રમાણે ડીપ ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલ ડીપ ડિપ્રેશન સુરતના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.ઉમરગામના દરિયા કિનારાના ગામોને એલર્ટ કરાયા

નિસર્ગના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના ઉમરગામની મામલતદાર ટીમ એક્શનમાં આવી છે. જે પ્રમાણે નવી નગરીના 40 પરિવારોને સરકારી શાળામાં આશરો અપાયો છે. તાલુકાના દરિયા કિનારે આવેલા 10 ગામના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ઉમરગામના દરિયા કિનારાના, નારગોલ, મરોલી, ફણસા, કલગામ, કાલાઈ, ખતલવાડા, તડગામ, ગોવાડા, દહેરી, સરોંડા, પાલી, કરંબેલી,અને પળગામના લોકોને એલર્ટ કરાયા છે.

આ ગામના દરિયા કિનારેથી એક કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને શાળામાં બનાવવામાં આવેલા આશ્રય સ્થાન કે અન્ય દૂર સલામત સ્થળે ખસી જવાનું કહેવામાં આવ્યું છે. દરિયા કિનારાથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કાચા કે ભયજનક મકાન ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

સુરત વહીવટી તંત્ર વાવાઝોડાનો સામનો કરવા સજ્જ

નિસર્ગ સામે લડવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા દાંડી પહોંચી ગયા હતા. જ્યારે ઓલપાડ ટીડીઓની ટીમ પણ અલર્ટ કરવામાં આવેલા ગામ ખાતે પહોંચી ગઈ છે. ઓલપાડ અને ચોર્યાસીના 30 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા છે. દાંડી, લવાછા, ભગવા, દેલાસા, મોર, પારડી ઝાંખરી અને કરંજના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાની અસરને પગલે સ્થળાંતર કરવામાં આવશે. સાંજ સુધીમાં 1135 લોકોને સાંજ સુધીમાં સ્થળાંતર કરવામાં આવશે.159 ગામો એલર્ટ કરાયા :

સંભવિત વાવાઝોડાની અસરની પગલે દરિયાકાંઠાના 159 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઈ શકે છે. લો લાઈન એરિયામાં નવસારીના 42 ,સુરતના 40, વલસાડ 23, ભરૂચ 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામોનો સમાવેશ થાય છે.
First published: June 2, 2020, 1:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading