વલસાડઃ દારૂડિયાનો live video, દારૂના નશામાં ધૂત યુવક ગટરમાં પડ્યો, બહાર આવવું ન્હોતું પછી...
વલસાડઃ દારૂડિયાનો live video, દારૂના નશામાં ધૂત યુવક ગટરમાં પડ્યો, બહાર આવવું ન્હોતું પછી...
વાયરલ વીડિયો પરથી તસવીર
valsad news: દારૂના નશામાં ચકચૂર દારૂડિયા ગંદી ખાડીમાંથી (drunk man falling into valsad) બહાર નીકળવા તૈયાર નહતો. આખરે ફાયર બ્રિગેડના જવાનોને (Fire brigade) બોલાવી અને મહામહેનતે આ દારૂડિયાને ગંદી ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના (valsad) છીપવાડ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત (drunk man) એક દારુડીયો ગંદી ખાડીમાં (Sewer) પડ્યો હતો.જેના દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ દારૂના નશામાં ચકચૂર દારુડિયા ગંદી ખાડીમાંથી બહાર નીકળવા તૈયાર નહતો. આખરે ફાયર બ્રિગેડના જવાનોને (Fire brigade) બોલાવી અને મહામહેનતે આ દારૂડિયાને ગંદી ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ વલસાડના છીપવાડ વિસ્તારમાંથી ગંગલી ખાડી નામનું એક ગંદુ નાળું પસાર થાય છે.. આ ખાડી ની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ દારૂના નશામાં ચકચુર થઈ ખાડી માં પડ્યો હતો.જેના દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોના પ્રયાસ અને કહેવા છતાં પણ તે બહાર નીકળવા તૈયાર નહોતો.
લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે લોકો સાથે પણ અભદ્ર વર્તન કરતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ ફાયર બ્રિગેડના જવાનો ના કહેવા છતાં પણ તે બહાર નહીં આવતા આખરે ફાયર બ્રિગેડના ટીમ દ્વારા દારૂડિયાને દોરડાથી બાંધી અને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દારૂના નશામાં દારૂડિયો ગંદી ગટરમાં પડ્યો હોવાના દ્રશ્યો જોઇ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું.
આખરે ફાયર બ્રિગેડના જવાનોની ભારે મહેનત બાદ તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આમ દારૂના નશામાં ધૂત દારુડીયો ગંદી ગટરમાં પડયો હોવાની ઘટના શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બની હતી.
ઉલ્લેખનીય છે દારૂડિયાની ધમાચકડીના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં હોય છે. જોકે, દારૂડિયા દારૂના નશામાં એટલા ટલ્લી હોય છે કે તે શું કરતા હોય છે. એનું પણ તેમને ભાન રહેતું નથી. જોકે, કેટલીક વાર દારૂના નશામાં ટલ્લી યુવતીઓની ધમાલના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જોવા મળે છે.
ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા આ વીડિયોમાં ગટરમાં પડેલા દારૂડિયાને જોવા માટે લોકોના ટોળા એકઠાં થયા હતા. અને દારૂડિયાને ટિંગાટોળી કરીને બહાર કાઢ્યા બાદ પણ પાછળથી તેને ગટરમાં જ જવું હતું જોકે લોકોએ અટકાવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર