Home /News /south-gujarat /

Valsad: કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી ભઠ્ઠામાં તૈયાર થાય છે આ અનોખી વાનગી, શિયાળામાં થાય છે અનેક ફાયદા

Valsad: કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી ભઠ્ઠામાં તૈયાર થાય છે આ અનોખી વાનગી, શિયાળામાં થાય છે અનેક ફાયદા

શિયાળા

શિયાળા માં વલસાડ જિલ્લામાં તમતમતા ચટાકેદાર ઉંબાડીયા ની બોલ બાલા,સ્વાદ ભુલાસે નહિ

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિયાળા મા કડકડતિ ઠંડી મા ચટાકેદાર વાનગીઓ ની બોલ બાલા હોય છે. વલસાડ જિલ્લા મા પણ શિયાળા મા ચટાકેદાર આરોગ

  વલસાડઃ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિયાળામા કડકડતિ ઠંડીમા ચટાકેદાર વાનગીઓની બોલ બાલા હોય છે . વલસાડ જિલ્લામાં પણ શિયાળામા ચટાકેદાર આરોગ્યવર્ધક ઉઁબાડિયા નામની વાનગીની બોલ બાલા છે. કંદમૂળ અને લીલી પાપડીને માટલામા ભર્યા બાદ ભઠ્ઠામા બાફી ને અનોખી રીતે બનાવવામા આવતું ઉઁબાડીયુ એક વાર ચાખી લો..તો એનો સ્વાદ ક્યારેય ભુલાસે નહિ. આખા શિયાળા મા ઉઁબાડીયા ની સીજન ચાલે છે. જે આ વિસ્તારના લોકો માટે કમાણી અને રોજગારનું એક મોટુ માધ્યમ પણ પુરવાર થાય છે.

  ફળોની વાડીયોનો પ્રદેશ વલસાડ એટલે વલસાડ। આ જિલ્લો જગ વિખ્યાત વલસાડી આફૂસ અને કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. ઉનાળામાં વલસાડની કેરીની બોલબાલા હોય છે.જોકે શિયાળા મા વલસાડ જિલ્લા મા તમતમતા ચટાકેદાર ઉઁબાડીયાની બોલ બાલા રહે છે.ઉઁબાડીયુ વલસાડ જિલ્લામા શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. અને વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈ વે 48 પર ઉંબાડીયાના સ્ટોલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે છેલ્લા 22 વર્ષોથી ઉઁબાડીયુ બનાવતા એવા પ્રખ્યાત બાબુ ભાઈના કહેવા મુજબ ઉઁબાડીયુ મુખ્યત્વે શિયાળામાં મળતા સક્કરિયા , રતાલુ , બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડી માથી બને છે.

  ઉઁબાડીયાની એક વિશેષતા એ છે કે એમા એક પણ ટીપું તેલ નું વપરાતું નથી. ઉઁબાડીયુ બનાવવા માટે સક્કરિયા , રતાલુ, બટેટા અને લીલી પાપડી ને સાફ કરી ને  તેમા હળદર સહિત અન્ય દેશી મશાલા ને ભરી ને તેને આ વિસ્તાર મા મળતી કલાર અને કંબોઈ નામની એક વિશેસ વનસ્પતિ સાથે માટી ના માટલા મા ભરી ને પેક કરી દેવામાં આવે છે. ત્યાર બાદ લાકડા અને છાણાં ના સડગતા ભઠ્ઠા પર માટલા ને ઉઁધુ કરી ને મુકવા મા આવે છે. લાબા સમય સુધી તેને તપાવી ને પછી એ ગરમા ગરમ બાફેલા ઉઁબાડિયા ને લીલા મરચા ધાણા ની તીખી ચટની સાથે ખાવા માટે તૈયાર થઈ જાય છે.

  આ પણ વાંચો: Vadodara: 100 વર્ષ જૂના અને 2 ટન વજનના પથ્થરના ગોળામાં છે ‘અખંડ ભારતનો નકશો’

  ઉઁબાડીયા ની બોલબાલા એટલી છે કે નાના થી લઈ ને મોટા લોકો ને ઉઁબાડીયા ના સ્વાદ નો ચસ્કો લાગે છે. જંકફૂડ ના જમાના મા તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉઁબાડીયા નો ચસ્કો નાના બાળકો થી લઈ મોટા લોકો ને લાગે છે. અને ઉઁબાડીયા ના સ્ટોલ પર લોકો ઉઁબાડીયાના સ્વાદની મોજ માટે ઉમટી પડે છે.  મહત્વપૂર્ણ છે કે,  ઉઁબાડીયું બનાવવા માટે એક પણ તેલનું ટીપું વપરાતું નથી. સંપૂર્ણ તેલ રહિત અને માત્ર કંદમૂળ ને માટીના માટલા મા બાફી ને બનાવવા મા આવતું હોવા થી તેના સ્વાદ સાથે ઉઁબાડીયા ની સુગંધ પણ લોકોને તેના તરફ આકર્ષવા કાફી છે.  શિયાળામાં લીલા શાકભાજી અને કંદમૂળને ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા નું વિજ્ઞાન પણ માને છે ત્યારે તેલ રહિત ઉઁબાડીયુ શિયાળા માટે સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવા મા આવે છે. આથી ઉઁબાડીયુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવા થી લોકો હોંશે હોંશે ઉઁબાડીયાનો સ્વાદ માણે છે.

  આ પણ વાંચો: Ahmedabad News: કોરોનાનાં કેસ વધતા DRDOનાં સહયોગથી તૈયાર ધન્વંતરિ હોસ્પિટલ સ્ટેન્ડ બાય પર

  ઉઁબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લા ના લોકો નેજ નહી પરંતુ ...સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો ને લાગે છે. આથી વલસાડ જિલ્લા માંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેસનલ હાઇવે પર આખો શિયાળો ઉઁબાડીયા ના અસંખ્ય સ્ટોલ જોવા મલે છે. આથી આ હાઇવે પર થી આવતા જતા લોકો પણ ઉઁબાડીયા નો સ્વાદ માણવા નું ચુકતા નથી. આમ શિયાળા મા ત્રણ મહિના સુધી ઉઁબાડીયુ તેના સ્વાદ અને તેની વિશેષતાને લઈ લોકો ને સ્વાસ્થ માટે તો ફાયદાકારક છે ..એની સાથે સાથે ઉઁબાડીયુ આખો શિયાળો આ વિસ્તાર ના અનેક પરિવારો માટે રોજગારી નું અને સારી એવી કમાણી નું સાધન પણ બની રહે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Valsad, વલસાડ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन