ક્રિકેટ મેચનો અતિઉત્સાહ કોઈવાર ક્રિકેટ રસિકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે ...આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં પ્રકાશમાં આવ્યો છે.. જ્યાં શ્રીલંકામાં યોજાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 ની ફાઇનલ મેચની છેલ્લી ઓવરમાંનો રોમાંચ એક ક્રિકેટ રસિક ને ભરખી ગયો છે. છેલ્લા બોલે દિનેશ કાર્તિકે સિક્સ ફાટરકારતા ..મેચ નિહાળી રહેલ વાંકલના એક નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈને અતિઉત્સાહમાં હદયરોગનો હુમલો આવતા થોડી ક્ષણોમાં મોત નિપજ્યુ હતુ.. આમ ક્રિકેટ ની રોમાંચક મેચ મા ભારતની જીતનો ઉત્સાહ વાંકલ ગામ મા ગમગીનીમાં ફેરવાયો હતો.
ક્રિકેટ મેચનો અતિઉત્સાહ કોઈવાર ક્રિકેટ રસિકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં શ્રીલંકામાં યોજાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20ની ફાઇનલ મેચની છેલ્લી ઓવરનો રોમાંચ એક ક્રિકેટ રસિકને ભરખી ગયો છે. છેલ્લા બોલે દિનેશ કાર્તિકે સિક્સ ફાટરકારતા મેચ નિહાળી રહેલ વાંકલના એક નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈને અતિઉત્સાહમાં હદયરોગનો હુમલો આવતા થોડી ક્ષણોમાં મોત નિપજ્યુ હતુ. આમ ક્રિકેટની રોમાંચક મેચમાં ભારતની જીતનો ઉત્સાહ વાંકલ ગામમાં ગમગીનીમાં ફેરવાયો હતો.
શ્રીલંકામાં યોજાયેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ફાઈનલ મેચ બાદ કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા હતા. બાંગ્લાદેશનાં ક્રિકેટ ચાહકોને વર્ષો બાદ કોઈ ભવ્ય જીતનો સ્વાદ ચાખવા મળવા જઈ રહ્યો હતો. જોકે આ મેચમાં છેલ્લી ઓવરમાં જે રોમાંચ ઊભો થયો તેમાં દિનેશ કાર્તિકે છેલ્લા બોલે સિક્સ ફટકારી ભારતીય ક્રિકેટ રસિકોને ખુશ-ખુશાલ કરી નાંખ્યો તો સામે બાંગ્લાદેશનાં ક્રિકેટ ફેનને ન ભુલાય તેવું દર્દ આપ્યું હતું.
જોકે ખુશીના પળમાં એક ભારતીય ક્રિકેટ ફેનને જે દર્દ આપ્યું છે તે દર્દ પરિવાર માટે આઘાતજનક પુરવાર થયું છે. હાઈ વોલ્ટેજ મેચની અંતિમ ક્ષણનાં રોમાંચના અતિઉત્સાહમાં વલસાડ જિલ્લાના વાંકલના એક નિવૃત શિક્ષકનું હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજ્યુ છે. આમ વાંકલ ગામમાં ક્રિકેટ મેચમાં ભારતની જીતનો અતિઉત્સાહ ગમગીનીમાં ફેરવાયો હતો.
વિગતે વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફાઈનલ ક્રિકેટ મેચ પ્રવીણભાઈ અને તેનો પરિવાર સાથે નિહાળી રહ્યા હતા. પ્રથમ બેટિંગમાં બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં 166 રન ફટકાર્યા હતા જેથી જીત મેળવવા માટે ભારતને ૧૬૭ રનનો લક્ષ્યાંક હતો. આથી ભારતની ટીમ છેલ્લા બોલ સુધી ઝઝૂમી હતી. અને છેલ્લી ઓવર નો એક એક બોલ ક્રિકેટ ની મેચ નું પરિણામ ફેરવી શકે તેમ હોવાથી છેલ્લી ઓવર અતિ રોમાંચક બની હતી. આ દિલધડક મેચની છેલ્લી ઓવર ઉત્સાહી ક્રિકેટ રસિકોને ખરેખર દિલ ની ધડકન ચુકાવી દે તેવી હતી. અને આ રોમાંચક મેચમાં છેલ્લા છેલ્લા બોલે 5 રન ની જરૂરિયાત હતી. ત્યારે દિનેશ કાર્તિકે છેલ્લા બોલે છક્કો મારતા પરિવાર સાથે મેચ નિહાળી રહેલા પ્રવીણ ભાઈ પોતે અચાનક જ ઉત્સાહમાં ઉભા થઈ ગયા હતા. અને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જોકે ત્યાર બાદ ગણતરીની જ ક્ષણોમાં તે પત્નીના ખોળામાં ઢળી પડ્યા હતા. કઈ અજુગતું થયા નો અહેસાસ થતા આખો પરિવાર ગભરાઈ ગયો હતો. તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવા માટે ગાડીમાં લઈને નીકળ્યા હતા. પરંતુ પ્રવીણભાઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ કાળ ભેટી ગયો હતો.. આમ વાંકલ ગામમાં ભારતનો બાંગ્લાદેશ સામે રોમાંચક મેચમાં વિજય આ પરિવાર માટે ગમગીનીમાં છવાયો હતો.