સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ, ધરમપુરમાં યુવા સંમેલન

VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 8:06 PM IST
સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ, ધરમપુરમાં યુવા સંમેલન
વાપીઃ દેશનુ ગૌરવ અને ભારતની ભવ્ય સંસ્કૃતિને દુનિયાની ફલક પર મૂકનાર સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ ઉજવાઇ રહી છે.આજના દિવસને “રાષ્ટ્રીય યુવાદિન” તરીકે પણ ઉજવવામા આવે છે.ત્યારે વલસાડ જિલાના ધરમપુરમા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને અનોખી રીતે ઉજવવામા આવી હતી. શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા આજે “યુવારેલી તથા યુવા સંમેલન”નું આયોજન કરવામા આવ્યુ હતુ.
VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 8:06 PM IST
વાપીઃ દેશનુ ગૌરવ અને ભારતની ભવ્ય  સંસ્કૃતિને  દુનિયાની ફલક પર મૂકનાર  સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ ઉજવાઇ રહી છે.આજના દિવસને “રાષ્ટ્રીય યુવાદિન” તરીકે પણ ઉજવવામા આવે છે.ત્યારે વલસાડ જિલાના ધરમપુરમા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને અનોખી રીતે ઉજવવામા આવી હતી. શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર  દ્વારા આજે “યુવારેલી તથા યુવા સંમેલન”નું આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા હજારોની સંખ્યામા યુવક યુવતીઓ શાળાના વિદ્યાર્થીઓ,સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.જોકે આ યુવા રેલીમાં અતિથી વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અરુનીમાં સિન્હા જેઓ દિવ્યાંગ હોવા છતા  માઉન્ટ-એવરેસ્ટ સહિત દુનિયા ના મોટા ભાગના ઊઁચા શિખરો સર કરી અનોખી સિદ્ધિ મેળવીને દેશનુ નામ દુનિયામા ગુંજતુ કર્યુ હતુ.

સાથે જ ટીવી જગત તથા નાટક રંગમંચની જાણીતી અભિનેત્રી  સાંચી પેસવાની ઉપસ્થિત રહ્યા હતા.તેઓ એ રેલી અને યુવા સંમેલનમા ઉપસ્થિતિ મેદનીને પ્રેરક પ્રવચન આપ્યુ હતુ.મહત્વપૂર્ણ છે કે સ્વામી વિવેકાનંદ યુવાઓના પ્રેરણાસ્ત્રોત હતા.એમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા અરુનીમાં સિન્હા ભારતની નેશનલ હોકી-પ્લયેર હતા.જેઓ ટ્રેન મુસાફરી કરતી વેળાએ ચોર લુટારુઓની ગળામાં પહેરેલી સોનાની ચેન લુટવા પ્રયાસ કર્યો હતો, પરતું નિષ્ફળતા મળતા જ લુટારુઓએ અરુનીમાં સિન્હાને ચાલુ ટ્રેન માંથી નીચે ફેકી દીધાં હતા.

જેમા એમનો પગ ગુમાવ્યા બાદ પણ પ્લાસ્ટિકના પગના સથવારે દુનિયાભરના ખંડના તમામ ઉચ શિખરો સર કરી અનોખી સિદ્ધિઓ મેળવીને યુવાઓના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.તેઓએ પણ યુવાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर