વલસાડ: કારની નીચે મૃતદેહ 6 KM ઢસડાયો, લોકોએ જોયું તો કર્યો હોબાળો

News18 Gujarati
Updated: January 16, 2019, 12:07 PM IST
વલસાડ: કારની નીચે મૃતદેહ 6 KM ઢસડાયો, લોકોએ જોયું તો કર્યો હોબાળો
ઇનોવા કાર આ લાશને 6 કિલોમીટર સુધી ઢસડી લાવી હતી.

કાર નીચે ઘસડાતી લાશને જોઈ લોકોએ કારને અટકાવી પોલીસને જાણ કરી હતી.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણ નજીક કાર નીચે લટકતી હાલતમાં એક લાશ મળી આવી હતી. ઇનોવા કાર આ લાશને 6 કિલોમીટર સુધી ઢસડી લાવી હતી. પરંતુ આ લાશ કોની છે અને તે કઇ રીતે કાર નીચે આવી તેની કશી જાણ કાર ચાલક કે તેમાં બેઠેલા લોકોને ન હતી. પરંતુ આ ઘટના પરથી પડદો ઉંચકાયો છે. આ મૃતદેહ મહારાષ્ટ્રના તલાસરી નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિનો છે.

આ પણ વાંચો: OMG: સિઝેરિયન ડિલીવરી બાદ ફાટી ગયું મહિલાનું પેટ, છતાં પતિએ કર્યુ આવું

મૃતદેહ કઇ રીતે ફસાયો કારમાં? 

આ મામલે મળતી માહિતી પ્રમાણે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડના સંજાણ નજીક મહારાષ્ટ્રનું પાર્સિંગ ધરાવતી ઈનોવા કાર કે જેનો નંબર MH-05 DB-6105 હતો. તે કારની નીચે લાશ કોઈક રીતે કારમાં ફંસાઈ જતા ઘસડાતા સંજાણ સુધી પહોચી હતી. આ મૃતદેહ કારમાં કઇ રીતે ફસાયો તેનું હાલ કોઇ કારણ સામે આવ્યું ન હતું. તે કાર મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશી સંજાણ પહોંચી હતી. જ્યાં રેલવે ફાટક બંધ હોવાથી કાર સંજાણ ફાટક પર ઉભી રહી હતી. કાર નીચે ઘસડાતી લાશને જોઈ લોકોએ કારને અટકાવી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર આવી ત્યારે લાશને જોઈ તે પણ ચોકી ગયા હતાં. કાર નીચેથી બાંધેલી હાલતમાં મળી આવેલી લાશ અડધી હતી. જ્યારે કમરથી નીચેનો ભાગ ગુમ હતો. પોલીસે કાર ચાલકની અટક કરી તેની પૂછપરછ કરતા તે આ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: વલસાડ વિશ્વમાં ચમકશે, 3333 કિલો પારદમાંથી બનશે વિશ્વનું સૌથી મોટુ પારદ મહાલિંગમતપાસ ચાલુ

ઉમરગામ પોલીસે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરતા સમગ્ર હકીકત સામે આવી. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના તલાસરી નજીક એક અકસ્માત થયો હતો અને અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિનો મૃતદેહ આ ગાડી નીચે કોઈક રીતે ફસાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે હવે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ તપાસ કરી રહી છે.
First published: January 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading