દમણ : 'જો મારો ભાઈ મરી ગયો તો બીજો એક વ્યક્તિ પણ મરશે, હૉસ્પિટલ સળગાવી દઈશ'

દમણ : 'જો મારો ભાઈ મરી ગયો તો બીજો એક વ્યક્તિ પણ મરશે, હૉસ્પિટલ સળગાવી દઈશ'
દર્દીના ભાઈએ મરવડ હૉસ્પિટલની બહાર ધમાચકડી મચાવી હતી.

રોષે ભરાયેલા દર્દીના સ્વજનોને હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, દમણ :  રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની  મરવડ હોસ્પિટલમાં દાખલ એક દર્દીની તબિયત લથડતા દર્દીના પરિવારજનો હોસ્પિટલ થયા દોડી આવ્યા હતા.પોતાના સ્વજન ની તબિયત લથડતા દર્દીના પરિવારજનો ખૂબ રોષે ભરાયા હતા.અને રોષ વ્યક્ત કરવા હોસ્પિટલમાં  ધમાલ કરી હતી. સાથે જ રોષે ભરાયેલા દર્દીના સ્વજનોને હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં દમણ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને ભારે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

  હોસ્પિટલમાં અનેક દિવસોથી દાખલ દર્દીની તબિયત લથડતાં રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફને  સાથે મારામારી પણ કરી હોવાની વાત બહાર આવી  છે. બનાવવાની વિગતે વાત કરીએ તો દમણના ખારીવાડ વિસ્તારના એક દર્દીને ને થોડા દિવસ અગાઉ દમણની સૌથી મોટી સરકારી મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  ત્યારબાદ મરવડ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી.  આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો

  જોકે, થોડા દિવસ સુધી દર્દીની તબીયત સ્વસ્થ રહી હતી પરંતુ અચાનક  તબિયત અચાનક લથડતા દર્દીના સ્વજનો હોસ્પિટલ પર ધસી આવ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દી અંગેની પૂરતી અને સાચી માહિતી સ્વજનોને નહિ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી દર્દીના  સ્વજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા દર્દીના સ્વજનોએ હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને ખરાબ વર્તન પણ કર્યું હતું સાથે જ હોસ્પિટલના સ્ટાફ સાથે મારામારીનો પ્રયાસ કર્યો હતો.

  સ્વજનોનું  ટોળું હોસ્પિટલમાં ઘુસી જઈ અને ધમાલ મચાવતાં સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, રોષે ભરાયેલા દર્દીનાં સ્વજનોએ રોષ માં આવેશ માં આવી  અને 'જો મારા ભાઈનું મોત થશે તો સ્વજન થશે તો આખી હોસ્પિટલ સળગાવી દઈશ'. એવી ધમકી આપી હતી.

  પોલીસની સામે આવી ચીમકી આપી હતી જેને કારણે મામલો વધુ ગરમાયો હતો. સ્થળ પર પહોંચેલી  પોલીસે  પરિવારને સમજાવટ થી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.

  આ પણ વાંચો :  સુરત : ચાની કીટલી બહાર યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાવરો ફરાર

  પરિવારજનોએ કાબુ ગુમાવ્યો હતો અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. જોકે આખરે ભારે જહેમત બાદ પોલીસે  સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. મહત્વપૂર્ણ  છે કે દમણની આ મરવડ  હોસ્પિટલમાં દર્દીઓની કોવિડ 19 ના દર્દીઓ ની  સારવાર ચાલી રહી છે અને હોસ્પિટલનો સ્ટાફ દિવસ-રાત મહેનત કરી અને  દર્દીઓ ની સારવાર કરી રહ્યો છે પરંતું દર્દી ની તબિયત લથડતાં કે દર્દીઓનું મોત થતા  સ્વજનો દ્વારા હોસ્પિટલના સ્ટાફ સ્તહે બબાલ અને મારામારી ના બનાવો પણ વધી રહ્યા છે.

  જેને કારણે મહામારીમાં દર્દીઓ ની સારવાર કરતા સ્ટાફ માં પણ નારાજગી જોવા મળી રહી છે..ત્યારે દમણ માં પણ બનેલી આ ઘટના નો  વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. આથી  પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published:April 26, 2021, 13:22 pm

  ટૉપ ન્યૂઝ