કોરોના સંકટ વચ્ચે વાપીની કંપનીની માનવીય પહેલ, કંપનીમાં ચાલતો નાઇટ્રોજન પ્લાન બંધ કરી હોસ્પિટલમાં ફીટ કર્યો

કોરોના સંકટ વચ્ચે વાપીની કંપનીની માનવીય પહેલ, કંપનીમાં ચાલતો નાઇટ્રોજન પ્લાન બંધ કરી હોસ્પિટલમાં ફીટ કર્યો
કંપનીની તસવીર

કંપની દ્વારા ગુજરાતની અંકલેશ્વર અને સુરત સહિત મધ્યપ્રદેશની ઇન્દોરની એક હોસ્પિટલમાં પણ નાઇટ્રોજન ઉત્પાદન કરતાં પ્લાન્ટને કન્વર્ટ કરી અને ઓક્સિજનનું ઉત્પાદન કરાવવાની ટેકનોલોજી સાથે હોસ્પિટલમાં જ ઓક્સીજનના પ્લાન્ટ ઉભા કરવા જઈ રહી છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વાપી: કોરોનાની આ બીજી વેવમાં  (corona second wave) સમગ્ર દેશ અને રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે સરકારની સાથે હવે મોટી કોર્પોરેટ કંપનીઓ (company) પણ આગળ આવી અને પોતાની સામાજિક જવાબદારી (Social responsibility) નિભાવી અને પરિસ્થિતિમાંથી બહાર નીકળવા  શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વાપીની (Vapi) સૌથી મોટી પાક સંરક્ષણ દવાઓ બનાવતી કંપની યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ  (United Phosphorus Ltd.) એટલે કે યુ .પી.એલ કંપની  પણ હવે પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને રાજ્ય અને અન્ય વિસ્તારોની હોસ્પિટલોમાં (hospital) સારવાર દરમિયાન ઓક્સિજનની (Oxygen) ઊભી થઈ રહેલી ઉણપને પહોંચી વળવા માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી છે.

  જે મુજબ હવે  વાપીની આ યુપીએલ  કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી હોસ્પિટલો અને મધ્યપ્રદેશની 1 હોસ્પિટલોમાં ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપી અને હોસ્પિટલોને ઓક્સિજનના મામલે મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે યુ પી એલ કંપની માં નાઇટ્રોજન ના ઉત્પાદન માટેનો પ્લાન્ટ કાર્યરત હતો. એવા સમયે હવે યુ પી એલ કંપની પોતાના નાઈટ્રોજનના પ્લાન્ટને બંધ કરી અને તેને વાપીની સૌથી મોટી હરિયા હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરી દીધો છે.  કપનીની તસવીર


  જેમાંથી હવે  ઓક્સિજન ઉત્પાદન કરવા માટે જરૂરી ફેરફાર કરવા  માટે તજજ્ઞોની ટીમોને  કામે લગાવી છે. અને આવનાર 2 દિવસમાં જ આ પ્લાન્ટ માંથી ઑક્સીજન નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આવનાર ગણતરી ના દિવસોમાં જ  કંપની દ્વારા ગુજરાતની  અંકલેશ્વર અને સુરત સહિત મધ્યપ્રદેશ ની ઇન્દોર ની એક  હોસ્પિટલમાં પણ  નાઇટ્રોજન ઉત્પાદન કરતાં પ્લાન્ટને કન્વર્ટ કરી અને ઓક્સિજનનું ઉત્પાદન કરાવવાની ટેકનોલોજી સાથે હોસ્પિટલમાં જ ઓક્સીજનના પ્લાન્ટ ઉભા કરવા જઈ રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

  આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

  યુપીએલ ના નવા  સાહસ બાદ હવે એ  હોસ્પિટલો આઇ.સી યુમાં  જરૂરી ઓક્સિજન ડિમાન્ડ ને  હોસ્પિટલ પોતે જ પૂરી કરી શકશે.. યુ પી એલ કંપની દ્વારા વાપી, અંકલેશ્વર અને સુરતની મધ્યમ કક્ષાની હોસ્પિટલોમાં સ્કીડ માઉન્ટેડ પ્રકાર ના  નાઇટ્રોજન ઉત્પાદન કરતા પ્લાન્ટને કન્વર્ટ કરી અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી સાથે હોસ્પિટલ પરિસરમાં જ કાર્યરત  કરશે..ત્યાર બાદ  આ પ્લાન્ટ હોસ્પિટલમાં આઇ સી યુમાં  ઓક્સિજનની સુવિધા સાથેના બેડ ને ઓક્સિજન પૂરો પાડી શકાશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

  પ્લાન્ટની તસવીર


  મહત્વપૂર્ણ છે કે યુપીએલ કંપનીના સીઈઓ જય શ્રોફ અને રજજુભાઈ શ્રોફ , સાંડ્રા શ્રોફ અને વિક્રમ શ્રોફની સાથે કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ એવા વલસાડના પારડીના ભાજપ ના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પણ અત્યારે દેશમાં આવી પડેલીઆ મહા  આફતમાં  મદદરૂપ થવા માટે યુ પી એલ કંપની ના માધ્યમથી હર સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..યુપીએલ કંપનીના સીઈઓ જય શ્રોફ એ જણાવ્યું હતું કે.. યુ.પી.એલ  કંપની પોતાના " હંમેશા માનવીય "" અભિગમને અત્યાર સુધી સાર્થક કરતી આવી છે.  અને ફરી એક વખત કોરોનાની આ મહામારીના જીવલેણ વેવના પણ. પોતાની સામાજિક જવાબદારી સમજી અને સામે ચાલીને આફત ને હળવી કરવા માટે માનવજાત ની સેવા કરવા  કંપની દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. આથી જ  તેમની આ યુ પી એલ કંપની દ્વારા કંપની સાઈટમાં ચાલતા નાઈટ્રોજન ગેસ  ઉત્પાદન કરતાં પ્લાન્ટને ટેકનોલોજીના માધ્યમથી કન્વર્ટ કરી અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી સાથે ચાર હોસ્પિટલોમાં લગાવશે. અનેએ હોસ્પિટલોને ઓક્સિજનના  મામલે આત્મનિર્ભર કરવાના પ્રયાસો કરશે.
  Published by:ankit patel
  First published:April 25, 2021, 21:59 pm

  ટૉપ ન્યૂઝ