સામી ચૂંટણીએ વલસાડ નું તિથલ ગામ આવ્યું વીવાદમાં, આચાર સહિતાનો ભંગ થયાનો આક્ષેપ..
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હવે અંતિમ પડાવમાં છે. ત્યારે વલસાડ તાલુકાની તિથલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ સરું થયો છે. તિથલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસહિતા ભંગ થયો હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી અને તંત્ર દોડતું થયું હતું.
વલસાડ: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હવે અંતિમ પડાવમાં છે. ત્યારે વલસાડ તાલુકાની તિથલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ સરું થયો છે. તિથલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસહિતા ભંગ થયો હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી અને તંત્ર દોડતું થયું હતું. વલસાડના તિથલ ગામે આચારસંહિતા અમલ માં આવ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા નવા બાંકડા, તેમજ ગામા માં બોરિંગ કરવાનું કામ સરું કરવામાં આવ્યું હતું. સાથે અલગ અલગ સોસાયટીમાં પેવર બ્લોક નું કામ કરવામાં આવી રહ્યું હતું.
કામ ચાલુ હતું ત્યારે ગામ લોકો એ ચૂંટણી અધિકારી ને ફરિયાદ કરી હતી. અને ફરિયાદ થતા જ ચૂંટણી ફરજ પરના નોડલ અધિકારી અને તેમની ટિમ દ્વારા ગામ માં જઇ પેવરબ્લોક ના ચાલતા કામ ને અટકાવી ગામ લોકો દ્વારા કરાયેલી ફરિયાદ આધારે તેઓ ના નિવેદનો લીધા હતા. બાદ માં રિપોર્ટ તૈયાર કરી વલસાડ પ્રાંત અધિકારી ને સોંપ્યો હતો. નોડલ ઓફિસર ના જણાવ્યા પ્રમાણે તિથલ ગામ માં ચૂંટણી પહેલા આ કામગીરી થતા આચારસહિતા નો ભંગ થયો છે. અને એની તપાસ પ્રાંત અધિકારી ના આદેશ બાદ કરાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર