ધરમપુરમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, બે લાખ લોકો ઉમટી પડ્યાનો કોંગ્રેસનો દાવો

News18 Gujarati
Updated: February 14, 2019, 4:09 PM IST
ધરમપુરમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, બે લાખ લોકો ઉમટી પડ્યાનો કોંગ્રેસનો દાવો
રાહુલ ગાંધી આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે 'જન આક્રોશ રેલી'ને સંબોધન કરશે.

રાહુલ ગાંધી આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે 'જન આક્રોશ રેલી'ને સંબોધન કરશે.

  • Share this:
કિર્તેશ પટેલ, ધરમપુર: આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પ્રચારનું બ્યુગલ ફૂંકશે. રાહુલ ગાંધી આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે 'જન આક્રોશ રેલી'ને સંબોધન કરશે.

રાહુલ ગાંધી લાલડુંગરી ખાતે સભાસ્થળની નજીક બનાવેલા હેલીપેડ પર હેલીકોપ્ટરથી પહોંચી ગયા છે. જે બાદ તે સીધા સભાસ્થળે જનસભા સંબોધવા માટે જશે.

આખો વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાયો

આ રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી દોઢથી બે લાખની જનમેદની ઉમટી પડવાનો દાવો કોંગ્રેસી આગેવાનો કરી રહ્યા છે. ત્યારે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેની સાથે જાહેરસભાનું સ્થળ પર પણ તૈયારીઓનો આખરી ઓપ અપાઇ રહ્યો છે.

મોટી સંખ્યામાં જનમેદની ઉમટી


આ પણ વાંચો: રાહુલ ગાંધી ધરમપુરમાં: જે પક્ષ જીતે વલસાડ બેઠક, કેન્દ્રમાં બને તેની સરકાર!લાલડુંગરી સાથે ગાંધી પરિવારનું છે ખાસ કનેક્શન 

લાલડુંગરીનો ગાંધી પરિવાર સાથે એક ખાસ કનેક્શન છે. અહીં ગાંધી પરિવાર આ પહેલા પણ ત્રણ સભા કરી ચુક્યાં છે. અહીં ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ જાહેર સભા સંબોધી હતી. આ પછી હવે જ્યારે રાહુલ ગાંધી પણ લાલડુંગરી ખાતે સભા સંબોધશે ત્યારે કોંગ્રેસનાં આગેવાનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે.

રાહુલ ગાંધીની સભામાં આવનારા વાહનોના પાર્કિંગ માટે કુલ 7 સ્થળો નક્કી કર્યાં છે.
1. વલસાડ, પારડી અને ઉંમરગામ તાલુકાના વાહનો માટે વલસાડરોડના સુવિધા મોલના સામેના મેદાનમાં
2. ધરમપુર તાલુકા તથા દમણ, સેલવાસ વિભાગના વાહનો માટે જીમખાના મેદાન અને કિશનભાઇ પટેલની જગ્યામાં
3. વાંસદા-ડાંગ વિભાગના વાહનો માટે કાનજી ફળિયા મહેશભાઇની વાડીમાં
4. ધરમપુર તાલુકાના વાહનો માટે એસ.એમ.એસ.એમ. હાઇસ્કૂલના મેદાનમાં
5. કપરાડા તાલુકાના વાહનોનું પાર્કિંગ કાનજી ફળિયા, મનુભાઇના ઘરની સામેની વાડીમાં
6. ધરમપુર તાલુકા તથા શહેરના વાહનોનું પાર્કિંગ ભગુભાઇ આહિરના વાડીમાં
7. નવસારી, ખેરગામ, ચીખલી તરફના વાહનોનું પાર્કિંગ હેલીપેડની બાજુના મેદાનમાં રાખવામાં આવ્યું છે.

 

 
First published: February 14, 2019, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading