'જોરથી વારંવાર કહીશું ચોકીદાર સાહેબ તો ગયો': પરેશ ધાનાણી

News18 Gujarati
Updated: February 14, 2019, 5:52 PM IST
'જોરથી વારંવાર કહીશું ચોકીદાર સાહેબ તો ગયો': પરેશ ધાનાણી
કોંગ્રેસ પાછી આવશે અને દરેક જગ્યાએ ખુશાલી છવાશે: પરેશ ધાનાણી

'આ જનમેદની જોઇને જ કહું છુ કે ચોકીદાર સાહેબ તો ગયો.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજ્યમાં 2019ની લોકસભાની ચૂંટણીનો પ્રચારનાં શ્રીગણેશ ધરમપુરનાં લાલડુંગળી ખાતેથી કરવાનાં છે. જન આક્રોશ રેલીમાં તેમનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. જ્યાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ લોકોને સંબોધ્યા હતાં.

કોંગ્રેસ પાછી આવશે અને દરેક જગ્યાએ ખુશાલી છવાશે: પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ પ્રહાર કરતાં કહ્યું કે, ' આ જનમેદની જોઇને જ કહું છુ કે ચોકીદાર સાહેબ તો ગયો. તમને બધાને હું કહું છું કે તમે હાથનો સાથ આપો અને તાકાત લગાવો કારણ કે દેશને બચાવવાનો છે અને કોંગ્રેસને ફરી સત્તામાં લાવવાની છે. રાહુલજી આદિવાસીઓને કહેવા આવ્યાં છે કે અધિકારીઓની લડાઇ લડવાની છે. અને આપણે બધા સંકલ્પ કરીએ કે કોંગ્રેસ પાછી આવશે અને દરેક જગ્યાએ ખુશાલી છવાશે.'

આ પણ વાંચો: રાહુલના રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય ભૂલ્યા ભાન, ભાજપને અપશબ્દો કહ્યા

આ પણ વાંચો: ધરમપુરમાં રાહુલ ગાંધીની રેલીમાં છવાયા બહેન 'પ્રિયંકા ગાંધી'!

ભાજપ આરએસએસનાં રીમોટથી ચાલે છે: અમિત ચાવડાગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ આરએસએસના રિમોન્ટથી ચાલતી સરકાર ચલાવે છે. જેના કારણે પ્રદેશ ગુજરાતમાં અને દેશમાં લોકો ત્રસ્ત થઈ ગયાં છે. સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા નથી મળતી માત્ર ઉદ્યોગપતિઓનું જ આ સરકાર સાંભળે છે. જ્યારે કોંગ્રેસ નબળી પડી ત્યારે ધરમપુરથી જ ગુજરાત અને દેશને નવી દિશા મળી છે. ઈન્દિરાજી, રાજીવજી અને સોનિયાજીથી લઈને હવે રાહુલજી સમર્થન માટે આવ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલજી દેશના વડાપ્રધાન બનશે તે દિશા અહિંથી જોવા મળી રહી છે.
First published: February 14, 2019, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading