વલસાડઃ રસ્તામાં એકલી જતી કોલેજિયન યુવતીનો પીછો કરીને નરાધમે પાછળથી પકડી અને...

News18 Gujarati
Updated: December 9, 2018, 3:04 PM IST
વલસાડઃ રસ્તામાં એકલી જતી કોલેજિયન યુવતીનો પીછો કરીને નરાધમે પાછળથી પકડી અને...
પ્રતિકાત્મક તસવીર

વલસાડના વાઘલધરા બસ ડેપોથી ધોળે દિવસે પગપાળા જઇ રહેલી કોલેજિયન યુવતીને એકલી ભાળીને વાઘલધરા ખાતે સેન્ટિંગના કામે આવેલા દાહોદ જિલ્લાના ઇસમે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
વલસાડના વાઘલધરા બસ ડેપોથી ધોળે દિવસે પગપાળા જઇ રહેલી કોલેજિયન યુવતીને એકલી ભાળીને વાઘલધરા ખાતે સેન્ટિંગના કામે આવેલા દાહોદ જિલ્લાના ઇસમે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વાઘલધરા નજીકના વિસ્તરામાં રહેતી યુવતી નવસારી ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શુક્રવારે કોલેજમાં હાજરી આપીને બસમાં પરત ફરેલી યુવતી વાઘલધરા બસ સ્ટોપ પર ઉતરીનેસાંજે પાંચ વાગ્યે પગપાળા ઘર તરફ જઇ રહી હતી.

આ સમયે એક ઇસમ યુવતીને એકલી જોઇને પીછો કરવા માંડ્યોહતો. જેનો આભાસ થતાં જ યુવતીએ ચાલવાની ગતિ વધારી દીધી હતી. જેથી નરાધમ ઇસમ ઝડપથી યુવતી તરફ ધસી આવ્યો હતો. અને તેને પકડીને મોં દબાવી દઇ, નજીકમાં આવેલી વાડીમાં ખેંચી ગયો હતો. આરોપીએ યુવીતને નીચે પાડી નાંખીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-આગામી સમયમાં મોટી રણનીતિ બનાવીને સરકાર વિરુદ્ધ કાર્યક્રમો કરીશુંઃ લાલજી પટેલ

તે જ સમયે એક મોટરસાઇકલનો અવાજ આવતા, યુવતીએ બચાવો-બચાવોની બૂમો પાડી હતી. યુવતીની બૂમ સાંભળીને બાઇકસવાર બે યુવાનો દોડી આવતા જ આરોપી ત્યાંથી ભાગવા માંડ્યો હતો. આ દરમિયાન યુવતીના કહેવાથી મદદે પહોંચેલા બે પૈકીના એક યુવાને મીનાના પિતાને ફોન કરીને સઘળી હકીકત જણાવી હતી.

જે બાદ સ્થાનિકોનીમ મદદથી નરાધમ આરોપીને શોધીને પકડી પાડ્યોહતો. લોકોએ આરોપીની ધોલાઇ કર્યાબાદ ડુંગરી પોલીસને સોંપી દીધો હતો. પોલીસની તપાસમાં આરોપીનું નામ છના મનસુખ પટેલ હોવાનું ખુલ્યું હતું.
First published: December 9, 2018
વધુ વાંચો
अगली ख़बर