કપરાડા : CM રૂપાણીએ કહ્યું, 'કૉંગ્રેસની નેતાગીરી ખલાસ થઈ ગઈ છે, ચૂંટણી બાદ પણ તૂટશે'

News18 Gujarati
Updated: October 26, 2020, 1:47 PM IST
કપરાડા : CM રૂપાણીએ કહ્યું, 'કૉંગ્રેસની નેતાગીરી ખલાસ થઈ ગઈ છે, ચૂંટણી બાદ પણ તૂટશે'
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

મંત્રી રમણ પાટકરના નિવેદનથી હોબાળો, પાટકર બોલ્યા, 'જીતુ ચૌધરીને કૉંગ્રેસમાં હતા ત્યારે પૂરતું ફંડ નહોતું મળતું એટલે વચનો પૂર્ણ નહોતા કરી શકતા'

  • Share this:
કપરાડા : રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat Bypoll) પહેલાં રોજ રોજ નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા અને સી.આર. પાટીલના વાકયુદ્ધ બાદ હવે મામલો મુખ્યમંત્રી રૂપાણીએ સંભાળી લીધો છે. આજે કપરાડામાં (Kaprada)ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચારમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કૉંગ્રેસને આડે હાથે લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમાવ્યું હતું કે 'કૉંગ્રેસનું નેતૃત્વ ખલાસ થઈ ગયું છે. કૉંગ્રેસ (Congress) ચૂંટણી બાદ પણ તૂટવાની છે.”

સી.એમ. રૂપાણી બોલ્યા, “આ બેઠકો પર પેટાચૂંટણી શા માટે આવી એ વિચારવા જેવું છે. કૉંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે, કૉંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. વલસાડમાં બાકી બધે કમળ છે, હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપી વિજય બનાવો. કપરાડાને અમે સવાયું આપીશું. ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે. આ પેટા ચૂંટણી કૉંગ્રેસના ધારાસભ્યોના લીધે આવી છે. ”

'પૂરતું ફંડ નહોતું મળતું એટલે જીતુ ભાઈ વચન પૂર્ણ નહોતા કરી શકતા'

આ સભામાં ભાજપના મંત્રી રમણ પાટકરના (Raman Patkar statment) નિવેદનના કારણે હંગોમા મચી ગયો છે. પાટકરે કહ્યું કે 'જીતુ ભાઈ પહેલાં કૉંગ્રેસમાં હતા ત્યારે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવામાં મુસીબત થતી હતી. તેઓ વચનો પૂર્ણ નહોતા કરી શકતા કારણ કે પૂરતું ફંડ મળી શકતું નહોતું. તેઓ આકારણો સર ભાજપમાં જોડાયા છે. ”

આ પણ વાંચો :  રાજકોટ: ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જ ઓપન માર્કેટમાં ભાવ ટેકાના ભાવથી પણ વધી ગયો!

સંગઠનમાં રૂપિયા આપવાના હોયરમણભાઈ પાટકરે કહ્યું કે, જીતુભાઈને અમે રૂપિયા ઓછા આપતા હતા કારણ કે અમારે સંગઠનમાં પણ રૂપિયા આપવાના હોય. એટલે જીતુભાઈને રૂપિયા મળતા નહોતા. પરંતુ હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. એટલે સંગઠન પણ તેમની સાથે છે વિકાસના કામો માટે હવે તેઓ ભાજપની સાથે છે અને ભાજપ તેમની સાથે છે.

કૉંગ્રેસે માંગ્યુ સીએમનું રાજીનામુ

આ અંગે કૉંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી આ સરકાર કૉંગ્રેસના ધારાસભ્યો સાથે અન્યાય કરી રહી છે. કૉંગ્રેસને ઓછું ફંડ આપનારી આ સરકારના મુખ્યમંત્રીમંત્રી ભેદભાવ બદલ રાજીનામું આપે. અમે મુખ્યમંત્રી પાસેથી નૈતિકતાના ધોરણે રાજીનામાની અપીલ કરીએ છીએ.

આ પણ વાંચો :  Exclusive Video : ભારતનું પ્રથમ સી પ્લેન કેવડિયા પહોંચ્યું

અક્ષય પટેલને 52 કરોડ કરતાં વધારે મળ્યા હશે એટલે ભાજપમાં ગયા : મોઢવાડિયા

તો આ દરમિયાન અર્જુન મોઢાવાડિયાએ (Arjun Modhwadiya) રાજકીય નિવેદનોની બેટિંગ કાયમ રાખી છે. આજે તેમણે કહ્યું કે 'કૉંગ્રેસના ધારાસભ્યોને ભાજપ પૈસા આપીને ખરીદી રહી છે. કરજણમાંથી અમારા ધારાસભ્યને જેતે સમયે 52 કરોડની ઓફર હતી એવું એમણે જ સ્વીકાર્યુ હતું. જોકે, હવે અક્ષય ભાઈને 52 કરોડ કરતાં વધારે ઑફર મળી હશે એટલે તેઓ ભાજપમાં ગયા હશે.
Published by: Jay Mishra
First published: October 26, 2020, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading