વલસાડ: જિલ્લાના વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું. ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળતા ઉમેદવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. તેવામાં પંચાયતોના જાહેર થયેલા પરિણામમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. અને આ રસપ્રદ પરિણામો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
કેટલીક ગ્રામ પંચાયતોમાં માત્ર એક વોટ થી જ હાર જીતનો ફેંસલો થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહિવત મળી રહ્યા છે. આથી નહિવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી નું પરિણામ જાહેર થઈ રહ્યું છે તેવામાં વલસાડ જિલ્લાની વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયત ના એક વોર્ડ ના સભ્યપદના ઉમેદવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
છરવાળા ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સભ્યપદના ઉમેદવાર સંતોષભાઈ હળપતિ ના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાં થી નીકળેલા મતમાં માત્ર એક જ મત મળ્યો છે. ત્યારે 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારને માત્ર એક જ મત મળતાં પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર