દમણ પોલીસ સ્ટેશન પર CBIના ધામા, બે PSI રડારમાં હોવાની ચર્ચા

News18 Gujarati
Updated: October 2, 2019, 4:29 PM IST
દમણ પોલીસ સ્ટેશન પર CBIના ધામા, બે PSI રડારમાં હોવાની ચર્ચા
સીબીઆઇની કારની તસવીર

સીબીઆઇના રડારમાં દમણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પીએસઆઇ (PSI)હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ બે પીએસઆઈ દિનકર પાટીલ અને ધનજી દુબડીયા પર તપાસ હાથ ધરી છે.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડઃ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ (Union territory)દમણમાં (Daman) આજે સીબીઆઇની (CBI)ટીમે ધામા નાખ્યા હતા. દમણના ભીમપોર પોલીસચોકીમાં સીબીઆઇની ટીમ ત્રાટકી હતી. અને તપાસ હાથ ધરી હતી. જોકે સીબીઆઈ કયા મામલામાં તપાસ કરી રહી છે તે હજુ સત્તાવાર જાણી શકાયું નથી.

પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીબીઆઇના રડારમાં દમણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે પીએસઆઇ (PSI)હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ બે પીએસઆઈ દિનકર પાટીલ અને ધનજી દુબડીયા પર તપાસ હાથ ધરી છે. અને બંને પીએસઆઈની સીબી આઇએ પૂછપરછ હાથ ધરી હતી.

આમ વહેલી સવારથી જ સીબીઆઇની ટીમ દમણના ભીમપોરમાં આવેલી પોલીસ ચોકીમાં ત્રાટકી હોવની જાણ થતાં જ પ્રદેશના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. દમણમાં સીબીઆઇની ટીમ ત્રાટકતા આં મુદ્દો પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ ઉધના રેલવે સ્ટેશન ઉપર પેશાબ કરવાના રૂ.10 વસૂલાતા યુવકોનો વિરોધ

જોકે, સી બી આઇની આ કાર્યવાહી અંગે પ્રદેશ પોલીસના અધિકારીઓ કે કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ કહેવા તૈયાર નથી. પરંતુ સી બી આઇની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવશે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે.
First published: October 2, 2019, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading