Home /News /south-gujarat /

સાંસદ ડો.કે.સી. પટેલના દત્તક ગામમાં નદી પરનો કોઝવે ધોવાયો

સાંસદ ડો.કે.સી. પટેલના દત્તક ગામમાં નદી પરનો કોઝવે ધોવાયો

ધોવાયેલો કોઝવે

વલસાડના સાંસદ ડો કે.સી પટેલના દત્તક ગામમાં જ લોકોગામના એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે જીવને મજબૂરીવશ જોખમમાં મૂકી રહ્યા છે.

  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના સાંસદ ડો કે.સી.પટેલના દત્તક ગામમાંથી પસાર થતી કોલક નદીના કોઝવેમાં ભંગાણ પડ્યું છે. આ વખતે વરસેલા ભારે વરસાદમાં કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. જેને કારણે કોઝવે પરના પુલનું ધોવાણ થઈ ગયું છે. આથી સાંસદના દત્તક ગામ ગોઇમા સહિત આઠ જેટલા ગામોને જોડતા મહત્વના પુલ જર્જરિત થઇ જતા લોકો અત્યારે જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. ત્યારે વલસાડના સાંસદ ડો કે.સી પટેલના દત્તક ગામમાં જ લોકોગામના એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે જીવને મજબૂરીવશ જોખમમાં મૂકી રહ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સતત ત્રણ દિવસ સુધી મેઘરાજાએ વલસાડ જિલ્લાના ધમરો ડિયું હતું. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તો જિલ્લાના ઉપરવાસ કપરાડા અને ધરમપુર તાલુકામાં મુશળધાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા હતા. ત્યારે હવે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમાં ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈમા ગામ એ વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલે દત્તક લીધેલું ગામ છે. ત્યારે સાંસદના દત્તક ગામના લોકો જ અત્યારે જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

  કારણકે ગોઈમા ગામને વચ્ચેથી પસાર થતી કોલક નદી તોફાની સ્વરૂપમાં હતી. આ કોલક નદી ગામ વચ્ચેથી પસાર થાય છે. આથી કોલક નદીના કારણે ગામ બે ભાગોમાં વહેંચાઇ ગયું છે. ત્યારે ગામના એક ભાગમાંથી બીજા બીજા ભાગમાં પહોંચવા નદી પર બનાવેલ આ કોઝવે જ એકમાત્ર વિકલ્પ છે. જોકે આ વખતે પહેલા ભારે વરસાદમાં જ કોલક તોફાની સ્વરૂપમાં હતી. આથી નદી પરથી પસાર થતો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે પર ઠેરઠેર મોટા ગાબડા પડ્યા છે. તો આથી પુલની હાલાત જોખમી હોવાથી આ કોઝવે ભારે વાહનો અને ફોર વ્હીલર વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ટુ વ્હીલર ચાલકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે. કારણ કે પુલ જર્જરિત બનેલો છે સળિયા બહાર દેખાઈ રહ્યા છે. જ્યારે વાહન ટુ વ્હીલર વાહન પણ પસાર થાય છે ત્યારે આખો પુરે ધ્રૂજારી મારે છે. આથી નાછૂટકે લોકો જીવના જોખમમાં મૂકી અહીથી પસાર થવું પડે છે.

  મહત્વપૂર્ણ છે કે ગોઇમાં ગામને વલસાડના સાંસદ કે.સી પટેલ એ દત્તક લીધું હતું. અને ગામમાં લાખોના વિકાસના કામો થયા હતા. પરંતુ 15 વર્ષથી વધુ સમય પહેલાં બનેલો આ કોલક નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત થવા છતાં રીપેરીંગ થયું ન હતું. જોકે આ વખતે પુલ હવે વપરાશ લાયક રહ્યો નથી. ડેમના સળિયા દેખાઈ રહ્યા છે. કોલક નદી ગામની વચ્ચેથી પસાર થતી હોવાથી ગામના બંને ભાગના લોકો જીવનજરૂરી અનાજ કરિયાણાની ખરીદી શાળાએ જવા હોસ્પિટલે જવા નોકરી-ધંધા જવા માટે આ એક માત્ર પુલનો ઉપયોગ કરતા હતા. આથી કોલક નદી પર આવેલો કોઝવે ડેમ ગામ સહિત આસપાસના 8થી વધુ ગામોના લોકો માટે ખૂબ જ મહત્વનો હતો. લોકો એ એક જ ગામના એક ભાગમાંથી બીજા ભાગ સુધી પહોંચવા 25 કિલોમીટરથી વધારેનું અંતરનું ચક્કર મારવું પડે છે. આથી લોકો 25 કિલોમીટરનો ચક્કર નહીં કાપવા શોર્ટકટ અપનાવે છે આ રીતે જીવને જોખમમાં મુકી પુલ પસાર કરવા મજબૂર છે.

  મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી આ કોઝવે પરનો પુલ જર્જરીત હતો. લોકોએ રજૂઆત પણ કરી હતી .તેમ છતાં રજૂઆતને ધ્યાને નહિ લેવાતા હવે ચોમાસાની શરૂઆતમાં જ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોલક નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહે છે. અને કોલકના પાણી આ પુલ પરથી પસાર થાય છે. જોકે હવે પુલ પણ તૂટી ગયો હોવાથી લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તો આ અંગે ગામલોકો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી સાથે જ વલસાડના સાંસદ કે જેઓએ ગોઇમાં ગામને દત્તક લીધું છે. તેમને પણ રજૂઆત કરી કોઝવેનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે અને આગામી સમયમાં આ જગ્યા પર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી માંગ પણ કરી છે.

  મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 100 ઇંચથી વધારે વરસાદ વરસે છે. આથી ચોમાસાના ચાર મહિના દરમિયાન જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહે છે. ભારે વરસાદમાં જિલ્લાના નદી-નાળાઓ તોફાની સ્વરૂપે વહે છે. આથી અનેક વિસ્તારોમાં નદીનાળા ઉપર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આથી અનેક ગામોનો સંપર્ક કપાય છે. ત્યારે વલસાડના સાંસદ ડો કે સી પટેલ દતક ગામમાં પણ હવે પુલ જર્જરીતથી તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેને કારણે 8થી વધારે ગામો પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યાર મજબૂરીવશ જીવને જોખમમાં મુકી પુલ પસાર કરતા લોકોની પીડા તંત્ર અને વલસાડના સાંસદ ડો કે સી પટેલ સમજે અને તાત્કાલિક યોગ્ય ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन