વલસાડમાંથી 2000ના દરની નકલી ચલણી નોટો ઝડપાઈ

News18 Gujarati
Updated: June 23, 2019, 9:20 PM IST
વલસાડમાંથી 2000ના દરની નકલી ચલણી નોટો ઝડપાઈ
પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ શરૂ કરી

ઇમ્ફાલ શેખ નામનો આ શખ્સ વલસાડ કેરી માર્કેટમાં કેરીની ખરીદી કરવા આવ્યો હતો અને કેરી લીધા બાદ તેણે આ નકલી નોટ વ્યાપારીને પધરાવી

  • Share this:
નકલી નોટ દ્વારા ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના અનેક પ્રયાસો થતા આવ્યા છે. ત્યારે વધુ એક આવો જ મામલો રાજ્ય છેવાડા એવા વલસાડ જિલ્લામાં સામે આવ્યો છે. વલસાડમાંથી ૨ હજારના દરની ૧૪ નકલી નોટો સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ કેરી ખરીદવાના બહાને નોટ પધરાવવાના ફિરાકમાં હતો. જોકે વ્યાપારીને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

નકલી નોટના ષડયંત્રને નાથવા મોદી સરકારે ડિમોનિટાઇઝિંગ કરી નવી નકલ ન થઇ શકે તેવી નોટો બજારમાં મૂકી છે. તેમ છતાં પણ આજે પણ બજારમાં નવી નોટની હૂબહૂ નકલી નોટ બજારમાં આવી ગઈ છે. ૨ હજારની નોટ લેતા પેહલા હજાર વાર ચેતજો, ક્યાંક તમે બની ન જાઓ નકલી નોટોનો શિકાર. આ ૨ હજારની નવી નક્કોર નોટો હતી, એક નજરે જોતા આ નોટમાં કોઈ પણ ખામી ન દેખાય, પરંતુ જયારે તમે તેને હાથમાં લો તો ક્યાંકને ક્યાંક થોડો ફરક દેખાય. ઇમ્ફાલ શેખ નામના ઇસમ પાસેથી આ નકલી નોટ મળી આવી છે.

ઘટના ની વિગતે વાત કરીયે તો, ઇમ્ફાલ શેખ નામનો આ શખ્સ વલસાડ કેરી માર્કેટમાં કેરીની ખરીદી કરવા આવ્યો હતો અને કેરી લીધા બાદ તેણે આ નકલી નોટ વ્યાપારીને પધરાવી હતી. જોકે નોટ ગણતી વખતે વેપારીને નોટની અસલીયત અંગે શંકા જતા તેણે બારીકાઇથી નોટને જોઈ હતી. જેમાં આ નોટ નકલી હોવાનું જણાઈ આવતા વેપારીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે

આરોપી ઇમ્ફાલ શેખની ધરપકડ


તાત્કાલિક કેરી માર્કેટ પહોંચી જઈને ઇમ્ફાલ શેખની ધરપકડ કરી હતી. આમ તો આરોપી ઇમ્ફાલ શેખ મુળ ઝારખંડનો છે, પરંતુ તે વર્ષોથી મુંબઈમાં સ્થાઈ થયો હોવાનું પોલીસેની પૂછપરછમાં તેણે જણાવ્યું છે. જોકે આ નોટ તે ક્યાંથી લાવ્યો હતો અને કયા નેટવર્કનો તે ભાગ છે એ જાણવા પોલીસે કમર કસી છે. અત્યાર સુધી ઇમ્ફાલ માર્કેટમાં કેટલી નોટો વટાવી ચુક્યો છે એ પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર કૌભાંડનો પરદો ઊંચકનાર વેપારીની સતર્કતાને આવકારી છે, અને આમ જનતાને પણ આ મામલે અપીલ કરી છે કે, આ પ્રકારની નકલી નોટ તમારી પાસે આવે કે તરત જ પોલીસનો સંપર્ક કરવો.

નોટ બંધી પેહલા ૫૦૦ ના દરની જૂની અને ૧૦૦૦ ના દરની નકલી નોટો મોટી માત્રામાં બજારમાં ફરતી હતી. જોકે નોટ બંધી બાદ ભાગ્યેજ નવી નોટોમાં નકલી નોટ બજારમાં ફરતી હોવાનું સામે આવ્યું છે. નકલી નોટોનું નેટવર્ક પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ચાલતું હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલામાં પણ પોલીસની તપાસની દિશા પરદેશ સુધી પહોંચે તો નવાઈ નથી. જોકે હવે વલસાડ પોલીસ ઇમ્ફાલની પૂછપરછ દરમિયાન નેટવર્કના જડ સુધી પહોંચવામાં કેટલી સફળતા મેળવે છે એ જોવું રહ્યું.
First published: June 23, 2019, 9:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading