વલસાડ: ભરબજારમાં વિફરેલી ગાયોનો શ્વાન અને તેના માલિક પર હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ

વલસાડ: ભરબજારમાં વિફરેલી ગાયોનો શ્વાન અને તેના માલિક પર હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ
બનાવ સીસીટીવીમાં કેદ.

માલિક પાલતું શ્વાનને લઈને લટાર મારવા નીકળ્યા હતા, આ દરમિયાન ગાયો જોઈને શ્વાને ભસવાનું શરૂ કર્યું હતું. વિફરેલી ગાયોએ માલિક અને શ્વાન પર હુમલો કર્યો.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના શાકભાજી માર્કેટ (Valsad vegetable market) સામે બે દિવસ અગાઉ પાલતું શ્વાન (Pet dog) અને તેના માલિક પર ગાયોએ હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પાલતું શ્વાન પર ભડકેલી ગાયોએ હુમલો કર્યો હતો. શ્વાનને બચાવવા ગયેલા તેના માલિક પર પણ ભડકેલી ગાયોએ હુમલો કર્યો હતો. વલસાડની ભરબજારમાં બનેલી આ ઘટનાને કારણે થોડા સમય સુધી માર્કેટમાં દોડધામ મચી ગઇ હતી.

  બનાવની વિગતે વાત કરીએ તો બે દિવસ પહેલા વલસાડની મધ્યમાં આવેલી શાકભાજી માર્કેટના જાહેર રસ્તા પર એક યુવક પોતાના પાલતું શ્વાન સાથે બજારમાં લટાર મારવા નીકળ્યો હતો. જોકે, આ વખતે કેટલિક ગાયો પણ બજારના રસ્તા પર ફરી રહી હતી. રસ્તા પર ફરી રહેલી ગાયોને જોતા જ પાલતું શ્વાને ગાયો સામે ભસવાનું શરું કરી દીધું હતું. જેથી ગાયો ભડકી હતી અને શ્વાનની પાછળ દોડી હતી.  આ પણ વાંચો: UPથી હથિયાર સાથે અમદાવાદ આવેલો યુવક ઝડપાયો, ગુનાને અંજામ આપવા આવ્યો હોવાની આશંકા

  ગાયોને આવતી જોઈને શ્વાન માલિક પોતાના પાલતું શ્વાનને ઊંચકીને બજારમાં દોડ્યા હતા. જે બાદમાં ગાયોએ શ્વાન અને તેના માલિકનો પીછો કર્યો હતો. ગાયોનો મૂડ પારખી ગયેલા શ્વાન માલિકે ગાયોથી પીછો છોડાવવા માટે ખૂબ મથામણ કરી હતી. શ્વાન માલિકે બજારના ફૂટપાથ પર અને આમતેમ દોટ મૂકી હતી પરંતુ ભડકેલી ગાયોએ શ્વાન અને માલિકનો પીછો છોડ્યો ન હતો.

  આ પણ વાંચો: ગોધરાકાંડ: 19 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો

  જે બાદમાં શ્વાન માલિકે પોતાના શ્વાનને છૂટો મૂકી દીધો હતો પરંતુ ગાયોએ તેનો પીછો છોડ્યો ન હતો. એક સમયે ગાયો અને શ્વાન માલિકનો ભેટો થઈ ગયો હતો. જે બાદમાં ગાયોએ શ્વાન માલિક પર હુમલો કરી દીધો હતો. જાહેર રસ્તા પર અને ભરબજારમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.

  ગાયોના હુમલા બાદ આસપાસની દુકાનનો લોકો દોડી આવ્યા હતા. અહીંથી પસાર થતા રાહદારીઓએ પણ આ દ્રશ્ય જોઈને શ્વાનના માલિકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિફરેલી ગાયોએ લાંબા સમય સુધી હુમલો ચાલુ રાખ્યો હતો. અંતે અમુક લોકોએ લાકડી લઈને વચ્ચે પડતા ગાયોએ શ્વાનના માલિકને છોડ્યો હતો. આ ઘટનામાં માલિક અને શ્વાને થોડી ઈજા પહોંચી હતી પરંતુ બંનેનો જીવ બચી જતા તમામ લોકોને હાશકારો થયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 16, 2021, 11:56 am

  ટૉપ ન્યૂઝ